GSTV
Home » News » અહીં મોદી, અમિત શાહ અને યેદીના નામના વેચાતા હતા ભજિયાં, પોલીસ તળનારને જ ઉઠાવી ગઈ

અહીં મોદી, અમિત શાહ અને યેદીના નામના વેચાતા હતા ભજિયાં, પોલીસ તળનારને જ ઉઠાવી ગઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચંડીગઢ રેલીમાં અમુક કાર્યકરો ગ્રેજ્યુએશન ગાઉન(ગ્રેજ્યુએશન કપડા) પહેરીને પકોડા વેચતા બેરોજગારી સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કાર્યકરોએ જણાંવ્યું કે આ મોદીજીનાં પકોડા છે. જો કે પ્રદર્શનકારીઓ પોતાની સાથે લાવેલા પકોડા વેચવામાં નિષ્ફળ નિવડ્યા. મળતી માહિતી પ્રમાણે મોદીનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ કાર્યક્રમ સ્થળે હાજર પોલીસે તમામની અટકાયત કરી હતી.

ગત વર્ષે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ રોજગાર મુદ્દે કરેલી વિવાદીત ટિપ્પણીને કારણે  પકોડા પોલીટીક્સ પર વિરોધ શરૂ થયો છે.

વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે, મોદી સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી છે. જો કે આ દાવાને ફગાવતા પીએમ મોદીએ કહ્યું કે,જો પકોડા વેચવાથી એક માણસ એક દિવસમાં 200 રૂપિયા કમાઇ છે, તે શું તેને રોજગારી માનવામાં નહીં આવે? પીએમ મોદીનાં આ નિવેદન પર ઘણો હંગામો થયો હતો.

મોદીની સભા સ્થળે પ્રદર્શનકારી એન્જીનીયરો દ્વારા બનાવેલા પકોડા અને બીએ અને એલએલબી પકોડા જેવા નારા લગાવી રહ્યા હતાં.તુરત જ પોલીસે તમામને હિરાસતમાં લીધા હતાં. ત્યારે એક મહિલા કાળા ચશ્મા અને ઓક્સફોર્ડની ટોપી પહેરીને મોદી સરકારની ઉપલબ્ધિઓની ઘોર આલોચના કરતી હતી.

મહત્વનું છે કે 2014ની ચૂંટણીમાં પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો હતો કે દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જો કે પોતાનાં વાયદા પ્રમાણે મોદી સરકારે નોકરી ન આપતા ઠેર ઠેર તેની આલોચના થઇ રહી છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!