GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

કોમેડી શો માંથી નવજોતસિંહ સિદ્ધુ બાદ ચંદન પ્રભાકર કેમ ગાયબ? આ છે કારણ

The Kapil Sharma Show Season 2

The Kapil Sharma Show Season 2 ફરી એક વાર દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. કપિલ શર્માનાં નવા શોને જબરદસ્ત TRP મળી રહિ છે. શોનાં દરેક એપિસોડમાં કપિલ અને તેની ટીમ સાથે ઘણી સેલિબ્રીટીઓ આવે છે. જો કે છેલ્લા ઘણાં સમયથી કપિલનાં નવીન શો માં એક બદલાવ જોવા મળ્યો છે. પુલવામાં હુમલામાં વિવાદીત નિવેદન મામલે નવજોત સિદ્ધુને શો માંથી હટાવાયા બાદ હવે કપિલનાં જુના સાથી અને કપિલ શર્મા શોનાં મહત્વનાં એક્ટર ચંદન પ્રભાકર કપિલ શર્માથી નારાજ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ધ કપિલ શર્મા શોની નવી સીઝનનાં શરૂઆતનાં એપિસોડમા ચંદન દેખાયા હતા. જો કે છેલ્લા ઘણાં સમયથી ચંદન પ્રભાકર ગાયબ છે. જેને કારણે દર્શકો એવું માની રહ્યા છે કે ,કપિલ અને ચંદન વચ્ચે અણબનાવ છે.

તાજેતરમાં મહાશિવરાત્રીનાં દિવસે ચંદન પ્રભાકરે પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરીને પોતાનાં ફોલોઅરસને શુભેચ્છા પાઠવી હતી. ચંદન પ્રભાકરની પોસ્ટમાં ઘણાં યુઝર્સે શોમાં તેમની ગેરહાજરી મામલે પુછયુ હતું.

પોતાનાં એક ફેનને પ્રત્યુત્તર આપતા ચંદને કહ્યું કે,હેલો એકતા,તમારા પ્રેમ માટે આભાર,હું જાણીજોઈને એપિસોડ મીસ કરતો નથી.કદાચ મારુ પાત્ર અને મારી એક્ટિંગ થી શોને ફાયદો થતો નથી. તેથી તેઓ મને શોમાં રાખતા નથી.

સોશ્ય મીડિયા પર ચંદનની પોસ્ટ જોઈને એવું લાગે છે કે, શોનાં નિર્માતા અને તેમનાં નજીકનાં મિત્ર કપિલ શર્મા તેમને હાસિંયામાં ધકેલી રહ્યા છે.    જો કે ચંદનનાં ફેન્સ તેમની વાપસી માટે આશાવાદી છે. મહત્વનું છે કે પુલવામા આતંકી હુમલા માલે નવજોત સિંહ સિદ્ધુએ આપેલા વિવાદીત નિવેદન બાદ તેમને શો માંથી દુર કરાયા છે. નવજોતની જગ્યાએ અર્ચના પુરણ સિંહને સ્થાન અપાયું છે.

READ ALSO

Related posts

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

Nilesh Jethva

મહેસાણામાં ડોક્ટર સહિત બે વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જિલ્લામાં કુલ 88 કેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!