GSTV

કથિત લોન આપવાના કેસમાં ચંદા કોચર અને દીપક કોચરની ફરી પૂછતાછ કરાઈ

Last Updated on June 28, 2019 by

આઈસીઆઈસી બેંકની પૂર્વ CEO અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર અને તેના પતિ દિપક કોચરની EDએ દિલ્હીમાં ફરીવાર પૂછપરછ કરી છે. તેમની સાથે વીડિયોકોનના વેણુગોપાલ ધૂતની પણ પૂછપરછ કરવામાં આવી છે.

ચંદા કોચર વીડિયોકોનને કથિત લોન આપવાના મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે. આ સમગ્ર મામલો વિડિયોકોન ગ્રુપ દ્વારા 2012માં આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી 3,250 કરોડ રૂપિયાની લોનનો છે. વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત પર આરોપ છે કે, તેમણે 2010માં 64 કરોડ રૂપિયા એનયુપાવર રીન્યુએબલ્સ લિમિટેડને આપ્યા હતા.

આ કંપની ધૂત, દિપક કોચર અને બીજા બે અન્ય સંબંધીઓ દ્વારા સ્થાપવામાં આવી હતી. ચંદા કોચરના પતિ દીપક કોચર સહિત તેમના પરિવારના સભ્યોને લોન મેળવનારાઓ તરફથી નાણાંકીય લાભ આપવામાં આવ્યા છે. આઇસીઆઇસીઆઇ બેન્ક પાસેથી લોન મળ્યાના 6 માસ બાદ ધૂતે કંપનીના માલિક દીપક કોચરના એક ટ્રસ્ટમાં 9 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

Read Also

Related posts

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

બાંગ્લાદેશ દુર્ગાપૂજા હિંસાનો મામલો, પોલીસે આખરે કરી હિંસા ભડકાવનારા શખ્સોની ધરપકડ

Pritesh Mehta

ડ્રેગનને ભીંસમાં લેશે ચાર દેશોનું ગઠબંધન, ચીન સામે એકજૂટ થશે ભારત, ઇઝરાયલ, યુએઇ અને અમેરીકા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!