GSTV
Home » News » અલ્પેશે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તે પછી આ બેઠક પર ભાજપના જીતવાના ચાન્સ વધી ગયા છે

અલ્પેશે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તે પછી આ બેઠક પર ભાજપના જીતવાના ચાન્સ વધી ગયા છે

ઉત્તર ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ ભાજપને જોરદાર ફાઇટ આપવાના મૂડમાં છે. એટલે જ આ બેઠક પર કોંગ્રેસે તેના દિગ્ગજ ઠાકોર નેતા જગદીશ ઠાકોરને ઉતાર્યા છે. તો સામે ભાજપે ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને ઉતાર્યા છે.

પાટણમાં ચૂંટણી જીતી પ્રભુતા સ્થાપવા આ વખતે બંને પક્ષોએ એડીચોટીનુ જોર લગાવ્યુ છે. ભાજપના ભરતસિંહ ડાભી ખેરાલુના ધારાસભ્ય છે. તો જગદીશ ઠાકોર ર૦૦૯માં પાટણ બેઠક પર જીતી ચૂક્યા છે. ભરતસિંહ ર૦૦૭-ર૦૧રમાં પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે તો જગદીશ ઠાકોર ર૦૦ર અને ર૦૦૭મા દહેગામના ધારાસભ્ય હતા. છેલ્લા ત્રણ દાયકાથી ભરતસિંહ ભાજપમાં સક્રિય છે. તો ઠાકોર સમાજમાં જગદીશભાઇ દિગ્ગજ નેતા ગણાય છે.

આ બેઠક પર ભાજપના પ્લસ પોઇન્ટ જોઇએ તો. સત્તાવીરોધી વલણ છતા ભાજપ ર૦૧૭માં ત્રણ વિધાનસભા અહી જીત્યુ હતું. ભરતસિંહ સ્વચ્છ છબી ધરાવે છે. જો કે અહી ભાજપના માઇનસ પોઇન્ટ વધુ છે. અહી કેનાલો અને પાણીની સમસ્યા ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. ભાજપને આંતરિક જુથબંધી પણ નડી રહી છે.

સામે કોંગ્રેસના પ્લસ પોઇન્ટ જોઇએ તો જગદીશ ઠાકોર પાટણની બેઠક અગાઉ જીતીને પોતાની શક્તિ સાબિત કરી ચૂક્યા છે. ઠાકોર સમાજ પર જગદીશભાઇનુ પ્રભુત્વ પણ છે. અલ્પેશ ઠાકોર પૂરી મદદ કરે તો જીત આસાન બની શકે છે. ઉત્તર ગુજરાતમાં સત્તાવિરોધી માનસનો ફાયદો ઉઠાવી શકાય તેમ છે.  જ્યારે કે માઇનસ પોઇન્ટની વાત કરીએ તો જગદીશ ઠાકોર સામે આંતરિક વીરોધ પણ ઉઠ્યો છે. ઠાકોર સમાજમાં જ કેટલાક લોકો જગદીશ ઠાકોર સામે છ. અલ્પેશ ઠાકોર દેખાડા પૂરતી મદદનો કરે તો મુશ્કેલી ઉભી થાય તેમ છે.

પાટણમાં આ વખતે ઠાકોર ક્ષત્રિય  ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળવાની છે. ગુજરાતની જે બેઠકોને લઇને કોંગ્રેસને આશા છે તેમાં પાટણ પહેલા હરોળની બેઠક છે.

READ ALSO

Related posts

23 સેકન્ડમાં આ યુવકે કરી 30 વખત અનોખી કલાબાજી, Viral Video આવ્યો સામે

GSTV Desk

45,000નાં ચપ્પલ પહેરી કરણ જોહરને મળવા પહોંચ્યો આ એક્ટર

Kaushik Bavishi

ગુજરાત માટે સારા સમાચાર, રૂપાણી સરકાર અને ખેડૂતોની ચિંતા ટળી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!