મોદીએ સરકારની શુક્રવારે સંસદના ટોચના મંત્રીઓ સાથે બેઠક કરતાં મંત્રીમંડળમાં ફેરફારોની અટકળો વહેતી થઈ છે. આ બેઠકમાં રાજનાથ સિંહ, અમિત શાહ ઉપરાંત પ્રહલાદ જોશી અને અનુરાગ ઠાકુર હાજર રહ્યા હતા. મુખ્તાર અબ્બાસ નકવી અને જેડીયુના રામચંદ્ર પ્રસાદ સિંહ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા પછી મંત્રીમંડળ છોડવું પડયું હતું. બંનેના મંત્રાલયનો કાર્યભાર અન્ય મંત્રીઓને સોંપાયો છે પણ નવા મંત્રી નિમાયા નથી. હવે મોદીએ એ દિશામાં ક્વાયત શરૂ કરતાં આ બેઠક બોલાવાઈ હોવાનું મનાય છે.

મોદી ભાજપના પણ ઘણા મંત્રીઓથી નારાજ છે. મોદી લાંબા સમયથી કેન્દ્ર સરકારની અને ભાજપની રાજ્ય સરકારોની કલ્યાણકારી યોજનાઓને મહત્વ આપવા પર ભાર મૂકે છે. મોદી ગતિશક્તિ, હર ઘર જલ જેવી યોજનાઓ પર ભાર મૂકે છે. મોદી પોતાના ભાષણમાં પણ મોટા ભાગે કલ્યાણકારી યોજનાઓની જ વધારે વાત કરે છે, તેનો પ્રચાર કરવાનું કહે છે પણ મંત્રીઓ મોદીની વાત સાંભળતા નથી. આ કારણે નારાજ મોદી ભાજપના પણ કેટલાક મંત્રીઓને રવાના કરી દે એવી શક્યતા છે.
Read Also
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી
- માયાવતીની જેમ મમતા બેનરજી પણ મોદી સરકાર પ્રત્યે કૂણા પડવા લાગ્યા છે
- ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર
- તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી