GSTV
Life Religion Trending

ચાણક્ય નીતિ/ જો ઘરમાં થઇ રહી છે આ પાંચ ઘટનાઓ તો થઇ જાઓ સાવધાન, આર્થિક સંકટ આવવાના છે સંકેત

ચાણક્ય

આચાર્ય ચાણક્યને રાજનીતિ અને અર્થવ્યવસ્થાનો જનક માનવામાં આવે છે. સાથે જ ભૌતિક જીવન માટે એમના દ્વારા બનાવવામાં આવેલી નીતિઓ પણ સરળ બનાવી દે છે. આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન કરતા કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને સરળ અને સુગમ બનાવી શકે છે. સાથે જ આવનારી મુશ્કેલીઓ પહેલા જ સમજી એને નિપટાવવાની તૈયારી કરી શકે છે. આચાર્ય ચાણક્યના નીતિશાસ્ત્ર અનુસાર, ખરાબ સમય આવતા પહેલા આભાસ થવા લાગે છે. જો આપણે ઘરે અથવા આજુબાજુ ઘટવા વાળી ઘટાઓ ઓએ પર નજર કરીએ તો ખરાબ સમય આવવાના સંકેત મળી જશે. નીતિ શાસ્ત્રમાં 5 એવા જ સંકેત અંગે જણાવવામાં આવ્યા છે, જો ઘર પરિવાર પર આવવા વાળા આર્થિક સંકટ તરફ ઈસરો કરે છે.

ચાણક્ય

ઘરમાં તુલસીના છોડનું સુકાવું

આચાર્ય ચાણક્યની નીતિ અનુસાર ઘરમાં તુલસીના છોડનું ધ્યાન રાખો, તે સુકાઈ ન જવું જોઈએ. સનાતન ધર્મમાં તે સુખી કુટુંબની નિશાની છે. જો તુલસીનો છોડ સુકાઈ જવા લાગે તો સમજી લેવું કે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

કાચનું વારંવાર તૂટવું

આચાર્ય ચાણક્ય અનુસાર કાચ તૂટવો અશુભ છે, તે કોઈપણ પરિવાર માટે શુભ સંકેત નથી. જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે અને ગરીબી રહેવા લાગે છે.

ચાણક્ય

વડીલોનું અપમાન

આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં વડીલોનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મી કે સુખ-સમૃદ્ધિ ક્યારેય વાસ કરતી નથી. વડીલો આપણા માટે આદરપાત્ર જ નથી પણ જરૂરિયાતમંદ પણ છે. આવી સ્થિતિમાં તેમને ધિક્કારવાથી તેમને ખરાબ લાગે છે અને તમારા જીવનમાં સમસ્યાઓ આવતી જ રહે છે.

ઘરમાં ઝઘડા થવાથી

ઝઘડો ક્યારેય યોગ્ય નથી. આચાર્ય ચાણક્ય અનુસાર, જો તમારા પરિવારમાં વારંવાર ઝઘડા થતા હોય તો તે શુભ સંકેત નથી, કારણ કે જ્યાં પરેશાની હોય છે, ત્યાં લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી. આવા ઘરમાં રહેતા લોકોને સખત મહેનત કરવા છતાં નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડે છે.

ચાણક્ય

નિયમિત પૂજા

આચાર્ય ચાણક્ય અનુસાર, શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે નિયમિત પૂજા જરૂરી છે, તેનાથી ઘરમાં શુદ્ધિ થાય છે. આ સાથે જ આવા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. તે જ સમયે, જે પરિવારમાં પૂજા નથી થતી ત્યાં નકારાત્મકતા રહે છે.

Read Also

Related posts

બીજાને માફ કરી દેવાને નબળાઈ નહીં, નમ્રતા કહેવાય, વાંચો તેનાથી સંબંધિત 5 મોટા પાઠ

Kaushal Pancholi

વિશ્વબજારમાં સોના, ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં તેજીનો પવન ફૂંકાયો

Padma Patel

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel
GSTV