GSTV

બિહારના ચાણ્ક્ય ગણાતા નીતિશ કુમાર એકલા પડી ગયા, બહુમતિ નહીં મળે તો ભાજપ કરી દેશે અલવિદા

એક સમયે બિહારના ચાણ્ક્ય તરીકે ઓળખાતા નીતિશ કુમાર સાવ એકલા પડી ગયા છે. આજે તેઓ પોતાની જ ચાતુર્યમાં ખોવાઇ ગયા છે.આ વખતની ચૂંટણી તેમના અને તેમના શાસન સામે લોકમત સાબીત થઇ રહી છે. 69 વર્ષની વયે તેઓ તેમના જીવનની સૌથી મુશ્કેલ ચૂંટણી લડી રહ્યા છે. તેમના સાથીઓ તેમજ વિપક્ષોએ પણ તેમને એકલા છોડી દીધા છે. તેમણે આ લડાઇને અંગત બનાવી લીધી છે. લાલુ પ્રસાદ પર નવ નવ બાળકોની  વ્યંગ કરીને તેમણે અંગત હુમલા શરૂ કર્યા હતા.

નીતીશની વ્યક્તિગત ટિપ્પણી પર તેજસ્વીનો મજબૂત જવાબ

લાલુ પુત્રો ઇચ્છતા હતા એમ કહીને તેમણે તેજસ્વીને ઉશ્કેર્યો હતો જેઓ માતા પિતાની આઠમી સંતાન છે. તેજસ્વીએ તેનો જવાબ આપતા કહ્યું હતું કે ‘પીએમના પણ અનેક સબંધીઓ છે’. ખૈર, હવે વાતો એવી થવા લાગી છે કે ભાજપ તેમના માટે માસ્ક બની ગયું છે. ભાજપના પોસ્ટરોમાં નીતિશ કુમાર દેખાતા નથી.આ એક એવા લગ્ન છે જેના વિષે બંને જાણે છે કે ટકવાના નથી, ગમે ત્યારે તેનો અંત આવી શકે છે.છેલ્લા બે સપ્તાહથી બે સાથીઓ સમાંતર સભાઓ કરે છે.

નીતિશ કુમાર

જદયુની રેલીમાં સુશીલ મોદી અને બિહાર રવિ શંકર પ્રસાદ સિવાય ભાજપનો એક પણ નેતા નીતિશ કુમારની સભામાં આવ્યા નથી. એવું કહેવાય છે કે જો નીતિશને બહુમતી ના મળે તો ભાજપ તેમને છોડી દેશે. જાણકારો કહે છે કે નીતિશ કુમાર દેશના ઇતિહાસમાં એકમાત્ર એવા નેતા છે જેમની ઓળખ ખુબ જ મર્યાદિત છે અને પક્ષનું સંગઠન પણ મજબુત નથી, છતાં ત્રણ વખતે તેઓ મુખ્યમંત્રી બન્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!