GSTV
Life Religion Trending

ચાણક્ય નીતિ: મનુષ્ય સાથે આજીવન રહે છે આ વસ્તુઓ, અંતિમ સમય સુધી નિભાવે છે સાથ

ચાણક્ય

ચાણક્યના પુસ્તક ચાણક્ય નીતિમાં જીવનને સફળ બનાવવાના અનેક સૂત્રો જણાવવામાં આવ્યા છે. જે મનુષ્યોને કોઇ મૂંઝવણ વિના ભવસાગરમાંથી પાર કરાવામાં સક્ષમ છે. જો આ નીતિઓને ખરેખર અમલમાં લાવવામાં આવે તો જીવન સફળ બનાવી શકાય છે. આ કૌટિલ્ય શાસ્ત્રમાં ચાણ્યએ કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જે માનવીનો આજીવન સાથ નિભાવે છે.

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે સંબંધો, આપણા સંબંધીઓ, પૈસા જ એક એવી વસ્તુ છે જે અંત સુધી આપણી સાથે રહે છે. અથવા તો ભૌતિક વસ્તુઓને આપણે આપણી સૌથી નજીક સમજીએ છીએ પરંતુ ચાણક્ય નીતિ અનુસાર એવુ બિલકુલ નથી. ચાણક્યએ એક શ્લોક કહ્યો છે-

ચાણક્ય

विद्या मित्रं प्रवासेषु भार्या मित्र गृहेषु च।

व्याधितस्यौषधं मित्र धर्मो मित्रं मृतस्य।।

આ શ્લોકમાં ચાણક્યએ તે ચાર વિશેષ વસ્તુઓ વિશે જણાવ્યું છે જે મનુષ્યનો સાથ આજીવન નિભાવે છે. તે અનુસાર- તે પહેલી વસ્તુ છે જ્ઞાન. ચાણક્ય કહે છે કે મનુષ્યનો જ્ઞાન કરતાં મોટો સાથી બીજો કોઇ નથી. જ્ઞાન મનુષ્ય સાથે આવે છે અને મનુષ્ય સાથે જ જાય છે. ખાસ કરીને તે વ્યક્તિ જે ઘરથી દૂર, પોતાનાઓથી દૂર રહે છે, તેના માટે જ્ઞાનથી મોટો કોઇ મિત્ર નથી. જે વ્યક્તિ પોતાનાઓથી દૂર રહે છે તેના માટે જ્ઞાન જ અંતિમ સમય સુધી તેની મદદ કરે છે.

ચાણક્ય

બીજી છે પત્ની. પતિ માટે પત્ની તેની ઘનિષ્ઠ મિત્ર હોય છે જે અંતિમ સમય સુધી સાથ નિભાવે છે. પછી પરિસ્થિતિ ગમે તે કેમ ન હોય. પત્ની જ મનુષ્યને સંકટના સમયમાં સંયમિત રાખે છે અને તેની તાકાત બને છે.

ત્રીજી વસ્તુ છે દવા. જો મનુષ્યનું સ્વાસ્થ્ય ખરાબ હોય તો તેની સાચી મિત્ર દવા છે. કારણ કે આ જ એક વસ્તુ છે જે તે મનુષ્યને સ્વસ્થ કરી શકે છે.

ચોથી અને સૌથી મહત્વની બાબત છે તે છે ધર્મ. જે દરેક મનુષ્ય માટે સર્વોપરિ છે. અને અંત સુધી વ્યક્તિ સાથે રહે છે. જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલતા જેવુ કર્મ કરે છે. તેને તેના જ આધારે પાપ અને પુણ્ય મળે છે.

Read Also

Related posts

59 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક આવ્યો ગુરુ! હવે 107 વર્ષ પછી ફરી થશે આવી ઘટના, આટલા કિલોમીટર દૂર

Damini Patel

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel
GSTV