બાળકો પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમના માતા-પિતાનું સન્માન વધારશે, પરંતુ તેમને સારા સંસ્કાર આપ્યા વિના તે શક્ય નથી. ચાણક્યના મતે સંસ્કારનું બીજ નાનપણથી જ બાળકોમાં શરૂ થવું જોઈએ. તેમને નાનપણથી જ સાચા-ખોટાને ઓળખવાનું, વડીલોનું સન્માન કરવાનું શીખવવું જોઈએ. આ ઉછેર મોટા થવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
ઘણી વખત એવું બને છે કે માતા-પિતા તેમના બાળકોથી વસ્તુઓ છુપાવવા માટે તેમની સાથે જુઠ્ઠું બોલે છે, બાળકો પણ આ આદત શીખી જાય છે અને પછી તેઓ તેમની સાથે ખોટું બોલવા લાગે છે. જોકે વાલીઓ તેને બાળકોની તોફાન ગણીને અવગણના કરે છે, જે ભવિષ્યમાં મુશ્કેલીનું કારણ બને છે અને તેમની પ્રગતિમાં પણ અવરોધ ઊભો કરે છે.
બાળકોની દરેક ઈચ્છા કે જીદ પુરી કરવાથી બાળકો બગડી જાય છે. ચાણક્યના મતે જો બાળકોના જિદ્દી આદતને બાળપણમાં જ સુધારી લેવામાં આવે તો ભવિષ્યમાં તેઓ બગડતા નથી. માતા-પિતાએ તેમના બાળકોને નાની ઉંમરથી જ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત શીખવવાનું શરૂ કરવું જોઈએ.
ચાણક્ય અનુસાર બાળકોના શિક્ષણમાં ક્યારેય કોઈ અભાવ ન હોવો જોઈએ. બને તેટલું તમારે તેમને શિક્ષણ મેળવવામાં પણ મદદ કરવી જોઈએ. સારા શિક્ષણથી બાળકોના મનમાં સારા વિચારો ઉત્પન્ન થાય છે સાથે જ તેમની બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો થાય છે. જો તેઓ બાળપણથી જ અભ્યાસમાં રસ ધરાવતા હોય તો તેઓ ભવિષ્યમાં સારો દેખાવ કરે છે.
આચાર્ય ચાણક્યના મતે પાંચ વર્ષની ઉંમર સુધી બાળકો પર કોઈ કઠોરતા ન કરવી જોઈએ. આમ કરવાથી તેઓ બેફામ બની જાય છે અને દરેક વસ્તુનો વિરોધ કરવા લાગે છે. તેમજ પાંચ વર્ષ પછી તમે બાળકો પર થોડા કડક બની શકો છો. જે લોકો નાનપણથી જ બાળકો પર ખૂબ કઠોર હોય છે, તે બાળકો મોટા થઈને ચિડાઈ જાય છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો