GSTV

ચાણક્ય નીતિઃ નોકરી અને વ્યવસાયમાં સફળ થવું હોય તો ક્યારેય ન કરો આવી ભુલો, યાદ રાખો આ વાતોને

Last Updated on August 29, 2020 by pratik shah

ચાણક્ય એક શ્રેષ્ઠ વિદ્વાન હોવાની સાથે સાતે કુશળ અર્થશાસ્ત્રી અને યોગ્ય શિક્ષક પણ હતા. ચાણક્યએ પોતાની ચાણક્ય નીતિમાં એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે જેને જાણીને તેના ઉપર અમલ કરવાથી જીવનમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. ચાણક્યની આ વાતોને આત્મસાત કરવાથી નોકરી અને બિઝનેશ જેવા ક્ષેત્રોમાં પણ સફળતા મળે છે.

યોજના બનાવીને કાર્ય કરો

ચાણક્યના જણાવ્યા પ્રમાણે વ્યક્તિને કોઈ પણ કાર્ય કરવાથી પહેલા તેની કાર્ય યોજના જરૂર બનાવવી જોઈએ. ચાણક્યનું માનવું છે કે, જ્યારે વ્યક્તિ કાર્ય યોજના નથી બનાવતો ત્યા સુધી તેનાથી સફળતા દુર રહે છે. સફળતા માટે પહેલી શરત એ છે કે, યોજનાનું નિર્માણ છે. યોજનાનું નિર્માણ કર્યાં બાદ જ ક્રમબદ્ધ તેને પુરી મહેનતની સાથે અને ઈમાનદારી સાથે કામ કરવું જોઈએ.

આળસનો ત્યાગ કરો

સફળતામાં આળસ સૌથી મોટી બાધા છે. નોકરી અને વ્યવસાયમાં સફળ થવા માટે આળસને દુર ભગાવી દેવી જોઈએ. ચાણક્ય પ્રમઆણે આળસ કાર્યને કાલ ઉપર ટાળવાની પ્રવૃતિ પેદા કરે છે. જે કોઈ પણ કાર્યને સફળ થવામાં બાધારૂપ બની શકે છે. તે માટે આળસને ક્યારેય હાવી થવા ન દો.

નિયમ અપાવે છે કાર્યમાં સફળતા

ચાણક્ય પ્રમાણે કાર્યમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે કોઈ વ્યક્તિ કઠોર નિયમોનું પાલન કરે છે. નોકરી અને વ્યવસાયમાં સફળતા નિયમો ઉપર નિર્ભર કરે છે. જો વ્યક્તિ પોતાના કાર્યો અને જવાબદારીઓને સમય ઉપર પુર્ણ કરે છે તો તેને સફળતા મળે છે.

સહયોગીનો સાથ લો, તેને પ્રોત્સાહીત કરો

ચાણક્ય પ્રમાણે મોટું કાર્ય કરવા માટે સહયોગીની આવશ્યકતા હોય છે. સહયોગી વિના કોઈ પણ મોટા કાર્યને કરી શકતા નથી માટે યોગ્ય અને નિષ્ઠાવાન સહયોગીઓને સદેવ પ્રોત્સાહન કરો અને તેને સારૂ કરવા માટે પ્રેરીત કરો.

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!