ચાણક્યએ મનુષ્ય માટે કેટલીક એવી વાતો જણાવી છે જેમાં સમજવા અને જીવનમાં ઉતારી લેવાથી ઘણા પ્રકારની બાધાઓ અને મુશ્કેલીથી મુક્તિ મળે છે. ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી વાત ઘણી સરળ છે. એમને કોઈ પણ અપનાવી શકે છે. જે વ્યક્તિમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. પરિશ્રમ કરવાથી ગભરાતા નથી એવા વ્યક્તિને ચાણક્યની આ વાત જરૂર અપનાવવી જોઈએ.
વિષથી પણ અમૃત કાઢવાની નીતિ આવડવી જોઈએ

ચાણક્ય અનુસાર જીવનમાં એજ વ્યક્તિ સફળતા મેળવી શકે છે જે હંમેશા સકારાત્મક વિચાર અપનાવે છે. એવા વ્યક્તિ વિષ એટલે ઝેરમાંથી અમૃત શોધી લે છે. ચાણક્ય કહે છે કે વિષમાં જો અમૃત પણ છુપાયેલું છે તો એને પ્રાપ્ત કરવા જતન કરવું જોઈએ. ઘણા ખતરનાક રોગોની દવા વિષથી જ બને છે. માટે વ્યક્તિએ કોઈ પણ વસ્તુ વ્યર્થ સમજવી ન જોઈએ. ખરાબ વસ્તુથી પણ સારી વસ્તુની પ્રાપ્તિ થઇ શકે છે. ચાણક્યની આ વાતનો આજ સાર છે.
સોનુ ગંદકીમાં પણ મળે તો એને લઇ લેવું જોઈએ

ચાણક્ય અનુસાર, સોનુ ક્યાંય પણ મળે એને પ્રાપ્ત કરવા માટે સ્થાન પર ધ્યાન આપવું જોઈએ નહિ. કહેવાનો અર્થ છે કે સોનુ જો ગંદી જગ્યાએ નજર આવે તો એને લઇ લેવું જોઈએ. એજ રીતે કોઈ પ્રકરની પ્રતિભા કીચડમાં છે એના અપમાનમાં સમય બગાડવો નહિ. પ્રતિભાનું હંમેશા સન્માન કરવું જોઈએ.
ગુણવાન સ્ત્રી કોઈ પણ કુળની હોય અપનાવી લેવી જોઈએ

ચાણક્ય અનુસાર સ્ત્રી જો ગુણી અને સુન્દર છે તો એના કુળ અંગે વધુ વિચારવું જોઈએ નહિ. કહેવાનો અર્થએ છે કે ગુણવાન સ્ત્રી જો નિર્ધર કુળમાં છે તો એને સન્માન સાથે જીવન સાથી બનાવવા પ્રયત્ન કરવા જોઈએ. ચાણક્યની માનીએ તો જો શત્રુના ઘરમાં જો સુશીલ સ્ત્રી સાથે સબંધ જોડવામાં અહંકાર ત્યાગ કરવો જોઈએ. કારણ કે સુશીલ અને ગુણોથી પૂર્ણ સ્ત્રી જ્યાં પણ જશે કુળની શોભા વધારશે.
Read Also
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ
- મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ
- સુરત/ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલી કર્યો વાયરલ
- અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી