GSTV
Life Religion Trending

Chanakya Niti: ધનવાન બનવા માટે વ્યક્તિની અંદર આ એક ગુણ હોવો છે બહુ જરૂરી, તમે પણ જાણી લો

ચાણક્ય

દરેક વ્યક્તિનું સપનું ધનિક બનવાનું હોય છે. જેથી મનુષ્ય તેમના સપનાઓની સાથે તેમની જરૂરિયાતો પૂરી કરી શકે. ઘણી વખત વ્યક્તિ ધનવાન બનવા માટે સખત મહેનત કરે છે પરંતુ સફળતા દેખાતી નથી. આચાર્ય ચાણક્ય કહે છે કે સખત મહેનત પછી પણ જો કોઈ વ્યક્તિને સફળતા નથી મળી રહી, તો તેણે ઉપાય કરવો જોઈએ. જીવન સાથે જોડાયેલા તમામ પાસાઓ ઉપરાંત આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે કેમ ધનિક બનવાનું સ્વપ્ન પૂર્ણ થતું નથી, આવી સ્થિતિમાં વ્યક્તિએ કેવાં પગલા ભરવા જોઈએ.

વ્યક્તિ
  • ચાણક્ય કહે છે કે પૈસા કમાવવા જેટલું વધારે જરૂરી છે, પૈસા બચાવવાનું એટલું જ મહત્ત્વનું છે. ચાણક્ય કહે છે કે જે લોકો પાસે સંપત્તિ એકઠા કરવાની કળા છે તેઓ ભવિષ્યમાં ક્યારેય માત ખાઈ શકતા નથી અથવા તેમની સાથે છેતરપિંડી થતી નથી અને મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરે છે. આ સિવાય, જે વ્યક્તિ ખૂબ પૈસા ખર્ચ કરે છે તે અવિવેકી હોવાનું કહેવાય છે. ચાણક્ય કહે છે કે ઘણી વખત વ્યક્તિ નાસમજને કારણે જીવનમાં પૈસાની તંગીનો સામનો કરે છે.
  • નીતિ શાસ્ત્ર મુજબ જે વ્યક્તિ જોખમ લેવા માટે હંમેશા તત્પર રહે છે, તેને જલ્દી સફળતા મળે છે. ચાણક્ય કહે છે કે આજના સમયમાં દરેક વ્યવસાય જોખમથી ભરેલો હોય છે, તેથી ગભરાવું જોઈએ નહીં.
  • શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મીની પ્રકૃતિ ચંચળ માનવામાં આવે છે. આ જ કારણ છે કે તે લાંબા સમય સુધી એક જ માણસ પાસે ટકીને રહેતી નથી. ચાણક્ય કહે છે કે તેથી કોઈએ પૈસાનો ઉપયોગ યોગ્ય અને સાચી જગ્યાએ કરવો જોઈએ.
  • ચાણક્ય કહે છે કે સંપત્તિ મેળવવા માટે લક્ષ્યની જાણકારી હોવી જરૂરી છે. જો વ્યક્તિનું લક્ષ્ય નિશ્ચિત ન હોય તો તેને સફળતા મળવાની સંભાવના ઓછી છે. ચાણક્યનું માનવું છે કે ધન સંબંધી પ્લાનિંગ કોઈ સાથે શેર ન કરવી જોઈએ.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV