ભારતના પ્રમુખ વિદ્વાનોમાં ગણાતા એવા આચાર્ય ચાણક્યની નીતિઓ વ્યક્તિને ભવિષ્યમાં સફળ થવા અને નિરાશાથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. આ જ કારણ છે કે ચાણક્યની નીતિઓને આજે પણ ઘણી મહત્વની માનવામાં આવે છે. પોતાની ચાણક્ય નીતિમાં શ્લોકના માધ્યમથી આચાર્ય જણાવે છે કે મનુષ્યોએ કઈ છ વસ્તુઓને લઇ ક્યારે પણ અહંકાર કરવો જોઈએ નહિ.

दाने तपसि शौर्यं वा विज्ञाने विनये नये ।
विस्मयो न हि कर्तव्यो बहुरत्ना वसुन्धरा ।।

આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે જયારે મનુષ્ય દાન , તપ, શૂરતા, વિદ્વતા, સુશીલતા અને નીતિ નિપુણતાની વાત કરે તો તેણે આ વસ્તુઓને લઇ અભિમાન અથવા અહંકાર રાખવો જોઈએ નહિ.
ચાણક્ય કહે છે કે માનવ-માત્રમાં પણ ક્યારેય અહંકારની ભાવના ન રહેવી જોઈએ . કારણ કે આ ધરતી પર એકથી ઉપર એક દાની, તપસ્વી, સુરવીર, વિદ્વાન અને નીતિ નિપુણ વ્યક્તિઓ હાજર છે.

त्यज दुर्जनसंसर्ग भज साधुसमागमम् ।
कुरु पुण्यमहोरात्रं स्मर नित्यमनित्यतः।।
આ શ્લોકમાં ચાણક્ય કહે છે, દુષ્ટોનો સાથ છોડી દેવો, સજ્જનોને સાથે રાખો, રાત-દિવસ સારા કામ કરો અને હંમેશા ઈશ્વરને યાદ કરો. આજ માનવનો ધર્મ છે. આશય એ છે કે હંમેશા વ્યક્તિને સજ્જન લોકો સાથે રહેવું જોઈએ અને દુષ્ટ પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું જોઈએ.
સજ્જન લોકોની અવ્યવસ્થા પણ લાભદાયી હોય છે અને દુર્જનોથી થતો લાભ પણ દુઃખદાયી હોય છે. સાથે જ વ્યક્તિઓએ હંમેશા પુણ્ય અને સારા કામને કરવા અંગે વિચારવું જોઈએ. એવું કરવા પર મનુષ્ય હંમેશા ખુશ રહી શકે છે.
Read Also
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ