GSTV

ચાણક્ય નીતિ: સુખી દાંપત્ય જીવન જીવવા ઇચ્છતા હોવ તો ગાંઠ બાંધી લો ચાણક્યની આ વાતો, સંબંધો આજીવન રહેશે મધુર

ચાણક્ય

Chanakya Niti: ચાણક્યની ચાણક્ય નીતિ વ્યક્તિને જીવનમાં સફળ થવા માટે પ્રેરિત કરે છે. ચાણક્ય નીતિની શીખ વ્યક્તિમાં સુધાર લાવે છે અને દરેક પરિસ્થિતનો કેવી રીતે સામનો કરવો જોઇએ તેના માટે રસ્તો બતાવે છે. ચાણક્ય નીતિની વાતો આજે પણ પ્રાસંગિક છે, તેથી આજે પણ તેની લોકપ્રિયતા એટલી જ છે.

ચાણક્ય અનુસાર જે વ્યક્તિની પત્ની સમજદાર અને સુશીલ છે તેનાથી વધી ભાગ્યશાળી બીજુ કોઇ નથી. સમજદાર પત્ની જ્યાં પતિની શક્તિ કહેવાય છે ત્યાં સંકટ સમયે એક સારા સલાહકારની ભૂમિકા ભજવે છે. જ્યારે વ્યક્તિ મુશ્કેલી અને પરેશાનીઓ વચ્ચે ઘેરાઇ જાય છે તો સમજદાર પત્ની અંધકારમાં રોશની સમાન હોય છે. ખરાબ સમયમાં પત્ની આત્મવિશ્વાસને ઓછો થવા નથી દેતી અને વિપરિત પરિસ્થિતિઓમાં પણ જીવનસાથીને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

17

સુખી દાંપત્ય જીવનની ચાવી

સુખદ દાંપત્ય જીવનમાં જ સફળતાનું રહસ્ય છુપાયેલુ છે. જે વ્યક્તિ પોતાની પત્ની સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરે છે અને પત્નીની પ્રતિભા અને કુશળતાનું સન્માન કરે છે તેના જીવનમાં સદાય સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે. ચાણક્ય અનુસાર દાંપત્ય જીવનને મજબૂતી પ્રદાન કરવી હોય તો હંમેશા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

મહત્વપૂર્ણ મામલામાં પત્નીનો અભિપ્રાય જરૂર લો

ચાણક્ય અનુસાર પત્ની પાસેથી દરેક મહત્વપૂર્ણ  મામલામાં અભિપ્રાય જરૂર લેવો જોઇએ. જ્યારે મોટા નિર્ણયોમાં પત્નીનો અભિપ્રાય સામેલ થઇ જાય તો પરિણામ જો નકારાત્મક પણ આવે તો જીવનને પ્રભાવિત નથી કરતું. ખરાબ સમય આવવા પર પતિ અને પત્ની સાથે મળીને સામનો કરવા માટે સક્ષમ હોય છે.

ચાણક્ય

પતિ અને પત્નીના સંબંધોમાં ન હોવી જોઇએ સંવાદ હીનતા

આચાર્ય ચાણક્યની ચાણક્ય નીતિ કહે છે કે કોઇપણ સંબંધમાં સંવાદ હીનતા સારી નથી હોતી. પતિ અને પત્નીના સંબંધોમાં આ બિલકુલ ન હોવી જોઇએ. પતિ અને પત્નીના સંબંધો એવા હોવા જોઇએ જેમાં દરેક પ્રકારની વાતો કહેવાની સ્વતંત્રતા હોય. સંવાદ હીનતામાં સંબંધો પ્રભાવિત થાય છે. તેથી પતિ અને પત્નીના પવિત્ર સંબંધોમાં સંવાદ હીનતા માટે કોઇ સ્થાન ન હોવુ જોઇએ.

એકબીજાનો આદર-સન્માન કરો

ચાણક્ય અનુસાર સુખદ દાંપત્ય જીવનનો સરળ મંત્ર એ જ છે કે પતિ અને પત્નીને એકબીજાનું સન્માન કરવુ જોઇએ. દાંપત્ય જીવનમાં પતિ અને પત્નીનું સન્માન અલગ અલગ નથી હોતુ. પરંતુ એક જ રથના બે પૈડા છે. તેથી આ સંબંધમાં કોઇપણ પ્રકારની ઉણપ ન આવવી જોઇએ.  આ ત્યારે જ શક્ય છે જ્યારે દંપતિ એકબીજાની તાકાત બનશે.

Read Also

Related posts

રિલાયન્સ જિઓ આ વર્ષે આટલા કરોડ ગ્રાહકોના વધારા સાથે બની માર્કેટ લીડર, વોડાફોન આઈડિયાના 8 કરોડથી વધુ ગ્રાહકો તૂટ્યા

Karan

ડ્રગ્સ કેસમાં જામીન બાદ ભારતીસિંહની પહેલી પોસ્ટ, શું નવા શોમાં જોવા મળશે ?

Karan

મોદી સરકારે આપ્યા આદેશ/ દેશમાં 1 જૂનથી લોકલ હેલ્મેટના વેચાણ પર પ્રતિબંધ, ફક્ત આ સર્ટિફિકેટવાળા હેલ્મેટને જ મંજૂરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!