GSTV
Astrology Life Trending

ચાણક્ય નિતી/ આ 5 પ્રકારના લોકોથી હંમેશા રહો દૂર, નહીંતર થશે ભારે નુકસાન!

મોટાભાગે છેતરપિંડી કરનારા લોકો ત્યારે સામે આવે છે જ્યારે તેમણે આપણા મૂળ કમજોર કરી દીધાં હોય. આ લોકો ખરાબ સમયે તેમનો અસલી રંગ બતાવી દે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે અસલ મિત્રની ઓળખ ખરાબ સમયમાં જ થાય છે. એક સાચો મિત્ર મેદાન છોડીને ભાગવાને બદલે હંમેશા તમારી ઢાલ બનીને ઉભો રહે છે. ચાણક્ય નીતિ શાસ્ત્રમાં એવા દગાબાજોને ઓળખવા માટે 5 શ્રેષ્ઠ રીત બતાવવામાં આવી છે.

મીઠી વાત કરનાર

ચાણક્ય નીતિ મુજબ, પોતાની મીઠી-મીઠી વાતોમાં ફસાવવાળા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. તમારી દરેક વાતને કોઈપણ કારણ વિના સમર્થન આપનારા લોકો મનમાં ને મનમાં તમને બર્બાદ કરવાનું ષડયંત્ર રચે છે. તેમના મીઠાં શબ્દોની માયાજાળને તમારી બર્બાદીની અણી પર ધકેલી દે છે. આવા લોકોથી દૂર રહેવું જ વધારે સારુ છે.

ચાણક્ય

ખોટા નિર્ણયો માટે પ્રોત્સાહન

તમારી પ્રગતિની ઈર્ષ્યા કરનાર વ્યક્તિ તમને દરેક ખોટા નિર્ણયમાં પ્રોત્સાહિત કરશે. આ લોકો હંમેશા તમારી પીઠ પર થપથપાવશે અને તમારી પીઠ પાછળ તમારી મજાક ઉડાવશે. આવા લોકો હંમેશા તમને સરળ અને ખોટો રસ્તો પસંદ કરવાની સલાહ આપશે. તેમના પર ક્યારેય આંખ બંધ કરીને વિશ્વાસ ના કરો.

બીજા વિશે ખરાબ બોલનાર

અમુક લોકો આપણા મનમાં વિશેષ જગ્યા મેળવવા માટે આપણા સામે બીજા લોકોનું ખરાબ બોલે છે. તેમના આ વ્યવહારને ગંભીરતાથી લેવાની જરૂર છે. ધ્યાન રાખો કે જે માણસ આજે તમારી સામે બીજાનું ખરાબ બોલે છે, શું ગેરંટી કે કાલે બીજા સામે તમારી ખરાબ વાત નહીં કરે. શક્ય હોય ત્યાં સુધી આવા લોકોથી બચો.

ચાણક્ય

મનમાં કપટ રાખવાવાળા

કેટલાક લોકોની મનની વાત જાણવી મુશ્કેલ હોય છે. આવા લોકો ક્યારેય પોતાના રહસ્યો કોઈસાથે શેર નથી કરતાં. તેના મનમાં તમારા પ્રતિ કપટ ભરેલો હોય શકે છે. તમારી બુરાઈ અને તમારા નુકસાનથી રાજી થાય છે. આવા લોકોના સંપર્કમાં રહેવું તમારા માટે ભારે પડી શકે છે.

ભેદભાવ કરનારા

જો કોઈ વ્યક્તિ તમને ભેદભાવનો પાઠ ભણાવતો હોય તો તમારે આવા લોકોની સંગતમાં રહેવાનું ટાળવું જોઈએ. આ લોકો તમને તેમની બુદ્ધિ અને અનુભવોથી દુનિયાને બતાવવાનો પ્રયાસ કરે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિની ઓળખ જાતિ અને ધર્મના આધારે નહીં, પરંતુ તેના કર્મના આધારે થવી જોઈએ.

READ ALSO:

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

દુર્ઘટના ટળી/ બે હિસ્સામાં વહેંચાઈ ગઈ ચાલુ ટ્રેન, 200 મીટરથી વધુ આગળ નીકળી ગયું એન્જિન, 1 હજાર લોકોનો થયો આબાદ બચાવ

HARSHAD PATEL

હવે હવામાં થશે ફળ, શાકભાજી અને મસાલાની ખેતી, જાણો શું છે એરોપોનિક્સ ટેકનિક

Kaushal Pancholi
GSTV