GSTV
Home » News » ચેમ્પિયન્સ લીગ : રોનાલ્ડોનો રેકોર્ડ, ટોપ-16માં રિયલ મેડ્રિડનો પ્રવેશ

ચેમ્પિયન્સ લીગ : રોનાલ્ડોનો રેકોર્ડ, ટોપ-16માં રિયલ મેડ્રિડનો પ્રવેશ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના બે ગોલની મદદથી રિયલ મેડ્રિડે ચેમ્પિયન્સ લીગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. રિયલના એપોએલને 6-0થી હરાવી. જ્યારે એક અન્ય મેચમાં લીવરપૂલે ત્રણ ગોલની મદદથી મેચને ડ્રો કરાવામાં સફળ રહી હતી.

32 વર્ષના રોનાલ્ડોએ મેચમાં 49 અને 54મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. આ વર્ષે ચેમ્પિયન્સ લીગમાં રોનાલ્ડોના ગોલની સંખ્યા 18 થઇ ગઇ છે. રોનાલ્ડોએ આ સાથે કોઇ સિઝનમાં સર્વાધિક ગોલ નોંધાવવાના પોતાના જૂના રેકોર્ડ (17 ગોલ) ને પાછળ છોડી દીધો. આ લીગમાં રોનાલ્ડોએ કુલ 113 ગોલ નોંધાવ્યા. જે એક રેકોર્ડ છે.

મહત્વપૂર્ણ છે કે જિનેદીન જિદાનની ટીમે ગત મેચમાં ટાટેનહમ હોટ્સપરથી હારીને વાપસી કરતા સાઇપ્રસમા એપોએલને હરાવી. જ્યારે પાંચ વારની ચેમ્પિયન લીવરપૂલે ત્રણ ગોલતી બઢત મેળવીને સેવિલા સાથેની મેચને 3-3થી ડ્રો કરાવી. ગ્રુપ-ઇ માં રશિયાની ચેમ્પિયન સ્પાર્તક માસ્કોને મારિબોરથી 1-1થી મેચને ડ્રો કરાવી.

UEFA ચેમ્પિયન્સ લીગમાં સર્વાધિક ગોલ :

1 ક્રિસ્ટિયાનો રોનાલ્ડો – 113 ગોલ (મેનચેસ્ટર યૂનાઇટેડ, રિયલ મેડ્રિડ)

2 લિયોનલ મેસ્સી – 97 (બાર્સિલોના)

3 રાઉલ ગોંજાલેજ – 71 (રિયલ મેડ્રિડ, શાલ્કે)

Related posts

વર્ષના 6 અબજ કમાતો એક ખેલાડી પોર્ન સ્ટારને પ્રાઈવેટમાં મેસેજ કરે છે !

Pravin Makwana

પાંચ વખત ટેનિસ સ્ટાર રહેલી મારિયા શારપોવાએ ટેનિસમાં લીધો સંન્યાસ

Pravin Makwana

મે સુધી નિંયત્રણમાં નહી આવે કોરોનાવાયરસ તો રદ થઈ શકે છે ટોક્યો ઓલમ્પિક 2020

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!