GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

‘તારક મહેતા’ના ચંપકચાચા શું કરશે?, ઘણા પાત્રો નવા એપિસોડમાં નહીં દેખાય, મહારાષ્ટ્રમાં આવી નવી ગાઈડલાઈન

ચંપકચાચા

કોરોના વાયરસ બાદ લાદેલા લોકડાઉનને કારણે તમામ ટીવી સિરિયલના પ્રોડક્શન અટકી ગયા છે પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે શૂટિંગની મંજૂરી આપી દીધી છે. સરકારે એવો પણ નિયમ લાદ્યો છે કે 12 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ વયના કલાકારો સેટ પર આવી શકશે નહીં. આ સંજોગોમાં ઘણા કલાકારો હજી પણ સિરિયલમાં દેખાશે નહીં.

તારક મહેતાનું શૂટિંગ પણ ટૂંક સમયમાં થશે શરૂ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થનારું છે ત્યારે તેના પ્રશંસકોને ચિંતા એ છે કે સિરિયલમાં ચંપકચાચાનું પાત્ર ભજવનારા કલાકાર આવી શકશે કે નહીં. હકીકતમાં બાળકોના રોલ કે વૃદ્ધના પાત્રો ધરાવતી સિરિયલના નિર્માતા ચિંતિત છે કેમ કે તેમણે હવે એ પાત્રોની ગેરહાજરી હોય તેવી વાર્તા લખવી પડશે. જોકે તારક મહેતાના તમામ પાત્રો શૂટિંગ કરી શકશે કેમ કે આ સિરિયલમાં કોઈ 12 વર્ષથી ઓછી કે 65 વર્ષથી વધુ વયના કલાકારો છે જ નહીં.

તો પછી ચંપક ચાચાનું શું?

તો પછી ચંપક ચાચાનું શું? હકીકત એ છે કે આ પાત્ર ભજવનાર કલાકાર અમિત ભટ્ટ છે અને તેમની ઉંમર 47 વર્ષની છે. વાસ્તવિકતા તો એ છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના પિતાનું પાત્ર ભજવનારા અમિત ભટ્ટ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી કરતાં પણ ઓછી વય ધરાવે છે.

દિલીપ જોશીની ઉંમર બાવન વર્ષ છે અને તેમના પિતા બનતા અમિત ભટ્ટની વય 47 વર્ષની છે પરંતુ સિરિયલમાં ચંપક ચાચાનો રોલ એવી રીતે વર્ણવામાં આવ્યો છે કે ચંપકચાચા જેઠાલાલ કરતાં મોટા દેખાય. વાસ્તવિક જીવનમાં અમિત ભટ્ટ ઉંમરમાં નાના છે.

Read Also

Related posts

સાઉથ ચાઈના સીમા ચીન સામે હવે અમેરિકાની નેવીનો યુદ્ધ અભ્યાસ, બે જંગી એરક્રાફ્ટ કેરિયર ઉતાર્યા

Harshad Patel

શ્રુતિ હસનને સલૂનમાં જવું ક્યારેય પસંદ નથી,ફોટો શેર કરીને જણાવ્યુ કારણ

Mansi Patel

કાનપુર: ચૌબેપુરના SHO વિનય તિવારી સસ્પેન્ડ, વિકાસ દુબે સાથે મીલીભગત હોવાના આક્ષેપો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!