GSTV

ઉત્તરાખંડ તબાહી/ 32 લોકોની મોત, 197 લોકો લાપતા, તપોવન ટનલમાં બચાવ કાર્ય જારી

બચાવ

Last Updated on February 10, 2021 by Mansi Patel

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેસિયર તૂટવાની ઘટનામાં ઘણા લોકોના જીવ ગયા અને ઘણા લાપતા છે. જિલ્લામાં હજુ બચાવ કાર્ય જારી છે. ગ્લેશિયર તૂટ્યા પછી અલકનંદાનું જળસ્તર વધ્યા પછી રાજ્યમાં ભરી તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધી 32 લોકોના મૃતદેહ મળ્યા છે અને 197 લોકો લાપતા છે. જીવો પર તબાહી બની તૂટેલ ગ્લેશિયરે સંપત્તિને મોટું નુકશાન પહોચાડ્યું છે. ચમોલીમાં NTPCના 480MW તપોવન-વિષ્નુગઢ હાઈડ્રો પ્રોજેક્ટ અને 13.2 MW ૠષિગંગા પ્રોજેક્ટને પણ મોટું નુકસાન થયું છે. ગ્લેશિયર તૂટ્યા પછી આવેલ પુરમાં ઘણા લોકોના ઘર પણ વહી ગયા.

600થી વધુ સુરક્ષાબળ તેનાત

આ ઘટના પછી 600થી વધુ સેના, આઇટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. આ જવાનો પૂર સતાહૈ પ્રભાવિત અને સંપર્ક વિહોણા થયેલા ગામોમાં ભોજન, દવા અને અન્ય જરૂરી સેવાઓ પહોંચાડી રહ્યા છે. રાજ્યના સીએમ ત્રિવેન્દ્ર રાવતે આઇટીબીના જવાનોનો ટ્વીટ કરી આભાર માન્યો

તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટની ટનલમાં ફસાયા છે લોકો

ભારતીય નૌસેનાના જવાનમાં બચાવ કાર્યમાં લાગેલા છે. હાલની જાણકારી મુજબ તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટની 2.5 કિમી લાંબી ટનલમાં 25-35 લોકો ફસાયેલા છે. આ લોકોને બહાર કાઢવા કામ ચાલુ છે. ટનલનું જળસ્તર સતત વધી રહ્યું છે. એક અધિકારી મુજબ સ્પેશલ મશીનો દ્વારા આ ટનલમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અધિકારીઓને ઉમ્મીદ છે કે લોકોને સુરક્ષિત ટનલમાંથી બહાર કાઢી લેવામાં આવશે. જો કે ટનલમાં ફસાયેલા લોકો સાથે હજુ સંપર્ક થયો નથી.

મંગળવારે રાજ્યસભામાં અમિત શાહે જવાબ આપતા કહ્યું ટનલમાંથી કાટમાળ કેટલા સમયમાં હટાવાશે એ અંગે અંદાજો મેળવવાનો ઘણો મુશ્કેલ છે. જો કે પ્રોજેક્ટ એન્જીનીયર સાથે કાટમાળ હટાવવા માટે કોઈ બીજો ઉપાય શોધવા માટે કહેવામાં આવ્યું છે.

Read Also

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!