GSTV
Home » News » તાવના કારણે 100 બાળકોના મોત, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને મંગલ પાંડેય પર મુકદમો

તાવના કારણે 100 બાળકોના મોત, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને મંગલ પાંડેય પર મુકદમો

બિહારમાં તાવના કારણે મરનાર બાળકોની સંખ્યા વધીને 100થી વધી ગઈ છે. આ વચ્ચે મુજફ્ફરપુર સીજેએમ કોર્ટમાં કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સામાજીક કાર્યકર્તા તમન્ના હાશ્મી દ્વારા કરેલા મુકદમામાં 24 જૂનના રોજ સુનવાઈ થશે.

બિહારમાં બાળકોના થઈ રહેલા મોત બાદ કેન્દ્ર સરકાર એલર્ટ બની છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન બિહારના મુજફ્ફરપુરની મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના મોત મામલે જણાવ્યું કે, સરકાર આ મામલે ગંભીર છે અને બાળકોની સારવાર માટે સરકાર દ્વારા અનેક પગલા ભરવામાં આવ્યા છે. સરકારે હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે વિશેષ વોર્ડ પણ બનાવ્યો છે.

બિહારમાં બાળકોના મોતના કારણે નીતિશ સરકાર વિરોધીઓના નિશાને આવી છે. પટનામાં જન અધિકાર પાર્ટીના કાર્યકરોએ કેન્દ્રીય સ્વાસ્થ્ય  પ્રધાન ડોક્ટર હર્ષવર્ધનનો ઉગ્ર વિરોધ કર્યો. જન અધિકાર પાર્ટીનો આરોપ છે કે, રાજ્યમાં ભાજપ અને જેડીયુની સરકાર બાળકોનો જીવ બચાવવામાં અસફળ રહી છે. જેથી બાળકોના મોત થઈ રહ્યાં છે.

બિહાર સરકાર થઈ દોડતી

છેલ્લા પંદર દિવસમાં બાળકોના થઈ રહેલા મોતના કારણે  બિહાર સરકાર દોડતી થઈ છે. મોતને ભેટનાર બાળકો હાઈપોગ્લીસેમિયાનો શિકાર બની રહ્યા છે જેથી તેઓ મોતને ભેટ્યા. બાળકોના મોતની ઘટના બાદ બિહારના સ્વાસ્થય પ્રધાન મંગલ પાંડેએ જણાવ્યુ હતુ કે, આ પ્રકારની બીમારીનો સામનો કરી રહેલા બાળકો માટે સરકાર દ્વારા હોસ્પિટલમાં તમામ સુવિધાઓ પુરી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બાળકો માટે એમ્બ્યુલન્સની સુવિધા શરૂ કરવામાં આવી છે. સાથે હોસ્પિટલમાં ૧૦૦ બેડની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, બીમારીને ફેલાતી રોકવા માટે  જાગૃતતાની વધારે જરૂરી છે. અને આ મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે.

READ ALSO

Related posts

ટ્વિટર હવે માર્ગદર્શિકા દ્વારા શીખવશે નેતાઓને ટ્વિટ કેવી રીતે કરવી

Dharika Jansari

દિલ્હીમાં શા કારણે વધી રહ્યું છે પ્રદૂષણ, જાણીને આંખો થઈ જશે પહોળી

Dharika Jansari

ભણશાળીની ફિલ્મમાં આલિયા ભજવવા જઈ રહી છે ગુજરાતી લેડી ગેંગસ્ટરનું કિરદાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!