GSTV

કોંગ્રેસમાં ગાંધી પરિવાર સામે બગાવતના સૂર, આ નેતાએ કહ્યું બધા ડરે છે બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધે

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઘણાં જ શરમજનક પરિણામ બાદ કોંગ્રેસમાં વિદ્રોહની જવાળા જોવા મળી રહી છે. ત્યારે આ જવાળા ગાંધી પરિવાર સુધી પહોંચી ગઈ છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર અને દિલ્હી કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે આલાકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવતી નીતિઓને પર ખુલીને નિશાન સાધ્યું છે. જેને પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ સમર્થન આપ્યું છે. શશિ થરૂરે માન્યું કે દેશભરના કોંગ્રેસી નેતાઓમાં આલાકમાન વિરૂદ્ધ નારાજગી જોવા મળી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનથી લઈને પંજાબ સુધી કોંગ્રેસના નેતાઓમાં મતભેદ બતાવે છે કે પાર્ટી નેતાઓ પર ગાંધી પરિવારનો પ્રભાવ ઘટી રહ્યો છે.

કોણ બાંધશે બિલાડીના ગળામાં ઘંટ?

સંદીપ દીક્ષિત એક અંગ્રેજી અખબારને કહ્યું કે આટલા મહિનાઓ બાદ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવા અધ્યક્ષની નિમણૂંક નથી કરી શક્યા. જેનું કારણ એ છે કે તે બધાં લોકો વિચારે છે કે બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધશે. પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે કહ્યું કે કોંગ્રેસ પાસે નેતાઓ નથી તેવું નથી, હજુ કોંગ્રેસમાં 6-8 નેતાઓ એવા છે જેઓ અધ્યક્ષ બનીને પાર્ટીનું નેતૃત્વ કરી શકે છે. સંદિપના આ નિવેદનને લઈને પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સમર્થન આપ્યું છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસમાં આલાકમાન વિરૂદ્ધ નારાજગી ચરમ પર છે, જે દબાયેલા અવાજરૂપે બહાર નીકળે છે. થરૂરે ટ્વીટ કરી કહ્યું કે સંદીપ દીક્ષિતે જે કહ્યું છે તે દેશભરમાં પાર્ટીના ડઝન નેતાઓ અંગત રીતે કહે છે, જેમાંથી કેટલાંક નેતા પાર્ટીમાં જવાબદાર પદો પર બેઠાં છે.

કોંગ્રેસમાં એકમત નહી

બ્રિટનનાં સાસંદ ડેબ્બી અબ્રાહમને ભારતથી પાછા મોકલવાના મામલામાં કોંગ્રેસ એકમત ન થઈ શકી. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ મોદી સરકારના આ પગલાંને આવકાર્યું હતું, તો શશી થરૂરે લોકશાહીને ટાંકીને તેનો વિરોધ કર્યો હતો. ડેબી અબ્રાહમે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચવાના ભારતના પગલાની ટીકા કરી હતી. સિંઘવીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ‘ડેબી અબ્રાહમને ભારત દ્વારા ડિપોર્ટ કરવાની જરૂર હતી. તે સાંસદ તરીકે નહીં, પરંતુ પાકિસ્તાનના પ્રોક્સી તરીકે આવી રહી હતી. પાકિસ્તાન અને આઈએસઆઈ સાથે તેમનો નિકટનો સહયોગ જાણીતો છે. ભારતની એકતા અને અખંડિતતા પરના દરેક હુમલાને નિષ્ફળ બનાવવું જોઈએ. બીજી તરફ, કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આ મામલે ભારત સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીર ઉપર સરકારની ટીકા કરનારા બ્રિટિશ સાંસદોને જવાબમાં એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા: આ આચરણ લોકશાહી માટે ખરેખર અશોભનીય છે.

READ ALSO

Related posts

આજ રાત્રે 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ, અમદાવાદમાં કોરોના થર્ડ સ્ટેજમાં પહોચ્યો

Nilesh Jethva

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!