GSTV

‘બાત ઇજ્જત કી હૈ’: કોંગ્રેસની પરંપરાગત અમેઠી સીટ રાહુલ ગાંધી માટે પડકાર, જાણો કેમ?

smriti irani amethi

Last Updated on March 22, 2019 by Alap Ramani

2014ની લોકસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ યુપીની હાઈપ્રોફાઈલ બેઠક અમેઠી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની વચ્ચે ટક્કર થવાની છે. ભાજપે ગુરૂવારે જાહેર કરેલી પહેલી યાદીમાં સ્મૃતિ ઈરાનીને અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા  છે.

ગત લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આકરી ટક્કર આપી હતી. જેમા તેઓ 1 લાખ સાત હજાર 903 મતથી હાર્યા હતાં. ચૂંટણીમાં રાહુલ ગાંધીને 4 લાખ 8 હજાર 651 મત જ્યારે સ્મૃતિ ઈરાનીને ત્રણ લાખ 74 મત મળ્યા હતા.  અમેઠીમાં હાર મળ્યા બાદ સ્મૃતિ ઈરાની છેલ્લા પાંચ વર્ષથી સતત અમેઠીની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે અમેઠીમાં અનેક વિકાસ કાર્યનો  શિલાન્યાસ પણ કર્યો. જેથી અમેઠીનાં લોકોનું કહેવુ છે કે, સ્મૃતિ ઈરાનીના કારણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીની મુલાકાતે સતત આવી રહ્યા છે.

UP વિધાનસભામાં ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું પણ ન ખોલાવ્યું

અમેઠી લોકસભા હેઠળ પાંચ વિધાનસભાની બેઠક આવે છે. જેમા તિલોઈ, જગદીશપુર, અમેઠી અને ગૌરીગંજ બેઠકનો સમાવેશ થાય છે. 2017માં યુપીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાંચમાંથી માત્ર ગૌરીગંજ બેઠક પર સપાને જીત મળી હતી. જ્યાકે કોંગ્રેસના ખાતામાં એક બેઠક પણ આવી નહોતી.

અમેઠી સીટ કોંગ્રેસનો અજેય ગઢ

કોંગ્રેસનો ગઢ ગણતી અમેઠી બેઠક પર અત્યાર સુધીમાં 16 લોકસભા અને બે વખત પેટા ચૂંટણી યોજાઈ છે. જેમાં કોંગ્રેસે 16 વખત ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. જ્યારે 1977માં લોકદળ અને 1998માં ભાજપને જીત મળી હતી. તો વળી બસપા અને સપાએ એક પણ વખત અમેઠી બેઠક પરથી ખાતુ ખોલાવ્યુ નથી.

READ ALSO 

Related posts

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

દુર્ઘટના/ મુંબઇના બાંદ્રા-કુર્લામાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, 13 મજૂરો ઘાયલ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Bansari

પરીક્ષાનો ભય/ ‘નીટ’ના હાઉથી ચાર દિવસમાં ત્રણ વિદ્યાર્થીઓની આત્મહત્યા, રાજ્યમાં પરીક્ષાનો વિરોધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!