નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ચિદમ્બરમ સામે ફેક્યો પડકાર, કહ્યું GDP પર ચર્ચા કરવા છે તૈયાર

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું છે કે જીડીપી ડેટા પર કોઈ બાજીગરી કરાઈ નથી. તેઓ ચિદમ્બરમ સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. મોદી સરકારે પુરોગામી મનમોહનસિંહની સરકારના કાર્યકાળના મોટાભાગના વર્ષોના જીડીપી વિકાસદરના આંકડા ઘટાડ્યા છે. જેને કારણે ભાજપ અને કોંગ્રેસ ફરી એકવાર આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસ તરફથી ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ સતત મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. તો કેન્દ્ર સરકાર તરફથી પણ સતત વળતો પ્રહાર કરવામાં આવ્યો છે.

ચિદમ્બરમે ટ્વિટ કર્યું છે કે તેઓ વિચારે છે કે શું રાજીવ કુમાર જીડીપીના બેક સીરિઝ ડેટા પર પત્રકારોના સવાલોથી બચવાના સ્થાને ચર્ચા કરશે? ચિદમ્બરમના ટ્વિટનો જવાબ આપતા નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે પડકાર કબૂલ છે.

આવો બેક સીરિઝ ડેટાને લઈને ચર્ચા કરીએ. તેમણે બુધવારે ત્રણ કલાક લાંબો ઈન્ટરવ્યૂ આપ્યો હતો. પી. ચિદમ્બરમનું કહેવું છે કે તેમણે મીડિયાને પ્રશ્ન નહીં પૂછવા માટે કહીને કપટતા દર્શાવી છે. રાજીવ કુમારે પોતાના ટ્વિટમાં ચિદમ્બરમને નિશાન બનાવતા કહ્યુ છે કે બેક સીરિઝ ડેટા સાથે જે પણ કોઈ મુશ્કેલી થઈ રહી છે. તેને લઈને કેટલાક નક્કર કારણો આપો.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter