GSTV

નવસારીમાં ઉબડ ખાબડ રસ્તાથી લોકો ત્રાહિમામ, સ્થાનિકોએ ચક્કાજામ કરતા તંત્ર થયું દોડતું

Last Updated on October 19, 2019 by

ચોમાસામાં શહેરના રસ્તાઓ પર ખાડાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ફરી થોડા જ મહિનાઓમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉબડ ખાબડ રસ્તાથી કંટાળેલા સ્થાનિકોએ ચક્કાજામ કરીને પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. નવસારીની લગોલગ બાજુમાં આવેલ વિજલપોર અને નવસારી શહેરને જોડતો માર્ગ 4 મહિના પહેલા વિજલપોરની ગટર લાઇન ઉપર ભુવો પડતા થોડા દિવસો સુધી સ્થાનિકો સહિત અવર જવર કરતા હજારો લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે લોક આક્રોશને કારણે ચોમાસુ હોવા છતા નવસારી પાલિકાએ હંગામી ધોરણે રોડનું પુરાણ કરીને માર્ગને ચાલુ કરાયો હતો.

જોકે પુરાણના કારણે ઉબડ ખાબડ બનેલા રસ્તાને લેવલ કરીને ડામર પાથરવામાં પાલિકા દ્વારા વિલંબ થતા આજે પણ ધૂળની ડમરીઓ સ્થાનિકોને હેરાન કરી રહી છે સાથે જ લોકોના વેપાર ધંધાને પણ અસર થાય છે. જેથી આક્રોશિત સ્થાનિકોએ આજે સાંજે રસ્તા પર ઉતરી આવીને ચક્કાજામ કરતા રોડની બંને તરફ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. સાથે જ લોકોએ નવસારી અને વિજલપોર પાલિકાની હાઈ હાઈ બોલાબી હતી. ઘટનાની જાણ થતા જ વિજલપોર અને નવસારી પાલિકાના અધિકારી સહિત સ્ટાફ દોડતો થયો હતો. પાલિકાના અધિકારીઓઍ સ્થાનિકોને વહેલી તકે રસ્તાનું કામ હાથે લઈ કામ પૂર્ણ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

READ ALSO

Related posts

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari

કામનું/ શું તમે ક્રેડિટ કાર્ડના દેવાના જાળમાં ફસાઈ ગયા છો? તમને ડૂબવાથી બચાવવા માટે આ રહ્યા કેટલાક સરળ ઉપાય

Damini Patel

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!