GSTV

વિરોધ/ બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશન ખાતે કર્યો ચક્કાજામ, આ કારણોસર મામલો બિચક્યો

Last Updated on September 19, 2021 by Dhruv Brahmbhatt

મહીસાગરના બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશનમાં ભારે ચક્કાજામ કર્યો હતો. મહત્વનું છે કે, બસોના રૂટ બંધ થતા વિદ્યાર્થીઓ સમયસર ઘરે ન પહોંચતાં હોવાથી બંધ કરેલા રૂટ ચાલુ કરવાની વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ બાલાસિનોર ડેપો તરફથી માલીઇટાળી-કોઠંબા ગામની બસ ચાલુ ન થતાં હલ્લાબોલ કર્યો હતો. શાળા-કોલેજના 200 ઉપરાંત વિદ્યાર્થીઓ બસ ચાલુ ના હોવાના કારણે હાલાંકી વેઠે છે. અગાઉ ABVP ના છાત્રો દ્વારા બસ ડેપો મેનેજરને રજૂઆત કરી હતી. તેમ છતાં બસ ચાલુ નહીં કરાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતાં. પોલીસે ઘટનાસ્થળે જઇને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા નહીં મળતા ચક્કાજામ

બાલાસિનોર શહેરમાં એસ.ટી. બસ સ્ટેશનમાં શનિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં બસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે વિદ્યાર્થીઓએ ધરણાં પર બેસી ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા નહીં મળવા મામલે બાલાસિનોર બસ સ્ટેશન ખાતે મુખ્ય માર્ગ ચકકાજામ કરતા સમગ્ર વિસ્તારમાં વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.

સોમવારથી રૂટ શરૂ કરવાની ખાતરી મળતા મામલે થાળે પડ્યો

વિદ્યાર્થીઓની માંગ હતી કે બારીયાના મુવાડા, માલઈટાડી, કોઠંબા, પાંડવા, સાકરીયા, જનોડ, બાથાના કુવા, જેઠોલી સહિતના ગામોમાંથી તાલુકા મથકે આવતા કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ બસના અભાવે હાલાકી ભોગવવી પડી રહી છે. આખરે બાલાસિનોરના ડેપો મેનેજર દ્વારા હાલના તબક્કે એક રૂટ અને સોમવારથી મોટા ભાગના તમામ રૂટ રાબેતા મુજબ શરૂ કરવાની હૈયાધારણા આપવામાં આવતા રસ્તા રોકી બેસેલા વિદ્યાર્થીઓ ખસ્યા હતાં.

READ ALSO :

Related posts

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!