GSTV
Home » News » વિધાનસભામાં ગૃહની કામગીરી રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં મૂકનારા સામે અધ્યક્ષની લાલ આંખ

વિધાનસભામાં ગૃહની કામગીરી રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં મૂકનારા સામે અધ્યક્ષની લાલ આંખ

કેટલાક ધારાસભ્યો પોતાનું ગૃહમાં આપેલું નિવેદન રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. આ અંગે વિધાનસભા અધ્યક્ષનું ધ્યાન દોરવામાં આવતા અધ્યક્ષે આ મુદ્દે નારાજગી દર્શાવીને આ પ્રકારની કાર્યવાહી કરનારા ધારાસભ્ય સામે પગલા લેવાની ચીમકી ઉચ્ચારી છે. વિધાનસભા ગૃહની કામગીરીનું વીડિયો રેકોર્ડીંગ ગુનાહિત હોવાની ટકોર અધ્યક્ષે કરવી પડી હતી.

ભાજપના ધારાસભ્યએ અધ્યક્ષનું ધ્યાન દોર્યુ કે કેટલાક ધારાસભ્ય પોતાના વ્યક્તવ્યનું રેકોર્ડીગ કરીને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. જેથી આ મુદ્દે અધ્યક્ષ ગૃહમાં નારાજગી દર્શાવીને આ પ્રકારની કાર્યવાહી કરનારા સભ્ય સામે પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે. શુક્રવારે મધ્યાંતર સમયે અધ્યક્ષે કહ્યું કે ગૃહની અંદરના ભાગનો કોઈએ વિડીયો ઉતારવો નથી અને જે વીડિયો ઉતારશે તેની સામે સખત પગલાં ભરાશે.

અધ્યક્ષે લેખિતમાં ફરિયાદ મળશે તો જે તે સભ્ય સામે પોલીસ કાર્યવાહી કરીને પોલીસ તપાસના આદેશ અપાશે.નોંધનીય છેકે થોડા વર્ષોથી વિધાનસભા ગૃહની અંદર વીડિયોગ્રાફી કરવાની મનાઇ ફરમાવી દેવાઇ છે. ત્યારે આ રીતે સભ્યો દ્વારા વ્યકતવ્યનું રેકોર્ડીંગ નિયમ વિરુદ્ધ હોવાથી અધ્યક્ષે કડક વલણ દર્શાવ્યુ છે.

  • વિધાનસભામાં ગૃહની કામગીરીનું વીડિયો રેકોર્ડિંગ છે ગુનાહિત
  • કેટલાક ધારાસભ્યો નિવેદનને રેકોર્ડ કરીને મૂકે છે સોશ્યિલ મીડિયા પર
  • અધ્યક્ષે પગલા લેવાની આપી ચીમકી

READ ALSO

Related posts

ધોરાજી : નાયબ ખેતીવાડી વિતરણ અધિકારીએ રેડ કરતા ખેતરમાં શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો

Nilesh Jethva

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!