ચીનનું વુહાન શહેર બુધવારે લોકડાઉનથી મુક્ત થવા જઈ રહ્યું છે. ગત વર્ષે ડિસેમ્બરથી કોરોના વાઈરસની મહામારી આ શહેરથી ફેલાવવાની શરૂ થઈ હતી. આ શહેર ગત 76 દિવસથી બંધ હતું, 23 જાન્યુઆરી બાદ પહેલીવાર લોકો બહાર નિકળી શકશે.
આવતી કાલથી દોડવા લાગશે વુહાન
વુહાનમાં કોરોના વાઈરસના સૌથી વધારે મોત થયા છે. ગત અઢી મહિનાથી લોકડાઉનમાં રહેલું આ શહેર ફરીથી પેહેલાની જેમ દોડી શકશે. વાહનવ્યવહારની તમામ સુવિધાઓ શરૂ થઈ જશે. રેલવે અને વિમાન સેવા પૂર્વવત થશે, તેમજ લોકો પોતાના વાહનોમાં બેસીને શહેર બહાર જઈ શકશે.

કોરોનાનું એપી સેન્ટર વુહાન
ચીન સરકારે આ નિર્ણય મંગળવારે મોતનો એક પણ કિસ્સો સામે નહી આવ્યા બાદ લીધો છે. 1.1 કરોડની વસ્તીવાળા આ શહેર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત હતું. ચીનના કુલ 82 હજાર કોરોના સંક્રમિતોમાંથી 50 હજાર આ શહેરમાં હતા. કુલ 3331 મૃતકોમાંથી 2500નું વુહાનમાં જ મોત થયા હતા.
ઈતિહાસનું સૌથી મોટુ લોકડાઉન
વુહાન શહેરને ખોલવા છતાં અહીં નિયંત્રણકારી ઉપાયોને યથાવત રાખવામાં આવશે. આ શહેરે ઈતિહાસનું સૌથી મોટું લોકડાઉન જોયું છે. 23 જાન્યુઆરી બાદ આ લોકડાઉન વધારે સખ્ત થતું ગયું હતું. વાઈરસના ફેલાવ સાથે લોકડાઉન પણ સંપૂર્ણ હૂબેઈ પ્રાંતમાં લાગૂ કરી દેવામાં આવ્યા અને 6 કરોડ લોકો ઘરમાં કેદ થયાં હતા.
READ ALSO
- સંબંધોની હત્યા/ નાનો ભાઈ કંઈ કામ કરતો નહોતો, મોટા ભાઈએ મોતને ઘાટ ઉતારી દીધો
- ભરૂચ: એક તો કોરોના કાળમાં નોકરી ગઈ અને હવે તંત્રએ મકાન પણ તોડ્યા, રેંકડીવાળાઓની વ્યથા
- સુરત પોલીસ પણ ગજબ કહેવાય/ વેપારી પાસેથી વસ્તુ ખરીદ્યા બાદ પૈસા આપવામાં પોલીસ તંત્ર કરે છે ઠાગાઠૈયા
- મોદી સરકારના આ મહત્વના નિર્ણયથી હજારો લોકો માટે નોકરીની ઉત્તમ તક, દેશની આ ફાર્મા કંપનીઓ…
- સ્માર્ટ ટ્રીક! શું તમે પણ WhatsApp કોલ ને રેકોર્ડ કરવા માગો છો? તો અહીંયા જાણો રીત, સરળતાથી થઈ જશે તમારું કામ