GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

60 વર્ગ કિલોમીટરમાં ઘૂસ્યું ચીન, મોદી સરકાર અને સેનાની ચૂપકીદી: રાહુલે સરકારની કાઢી ઝાટકણી

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેનો અડચણ ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે શનિવારે આગામી રાઉન્ડની વાતચીત યોજાશે. આ પહેલા લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) એચ.એસ. પનાગે દાવો કર્યો હતો કે 6 જૂનની વાતચીતમાં ચીનનું પલ્લું ભારે રહેશે. કારણ કે તેણે પૂર્વી લદ્દાખના ત્રણ જુદા જુદા વિસ્તારોમાં આશરે 40થી 60 ચોરસ કિલોમીટર ભારતીય જમીનમાં ઘુસણખોરી કરી નાખી છે. હવે તે ભારત સમક્ષ સમજૂતીની એવી શરતો મુકવાનો પ્રયાસ કરશે જેને માનવું ભારત માટે સરળ નહીં હોય. અને, જો ભારત શરતોનું પાલન નહીં કરે તો ચીન સીમિત યુદ્ધ પણ લડી શકે છે.

અસ્વીકાર એ કોઈ સમાધાન નથી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલના આ લેખને ટ્વિટ કર્યો છે. રાહુલે લખ્યું છે કે, બધા દેશભક્તોએ જનરલ પનાગનો લેખ વાંચવો જ જોઇએ. તેમણે પોતાના ટવીટમાં લેખમાંથી એક વાક્ય પણ ટાંક્યું છે. ‘અસ્વીકાર એ કોઈ સમાધાન નથી.’ નોંધી લો કે જનરલ પનાગ 2014 માં આમ આદમી પાર્ટી (આપ) માં જોડાયા હતા. તે અભિનેતા ગુલ પનાના પિતા છે.

અસિમાંકિત એલએસી પર 1 એપ્રિલ 2020 સુધીની સ્થિતિ પુન સ્થાપન કરો

જોકે, જનરલ પનાગે આ લેખમાં આશંકા વ્યક્ત કરી હતી કે ચીન પાસે આપણી જમીન હોવાથી તે વિવાદને હલ કરવા માટે વાસ્તવિક સરહદ રેખા (એલએસી) ની નજીક ભારતીય સરહદ પર માળખાગત બાંધકામ અટકાવવા જેવી કડક શરતો રાખી શકે છે. તેમણે લખ્યું કે, કૂટનીતિ નિષ્ફળ જશે તો ચીન સીમા પર સંઘર્ષ વધારવા અથવા મર્યાદિત યુદ્ધ લડવા તૈયાર થશે. ભારતે ગાંઠ બાંધી લેવી જોઈએ કે તેણે ચીનના મનમાની આગળ ઝૂકવાનું નથી. પછી ભલે તેણે ચાલુ કરેલું યુદ્ધ જ કેમ લડવું ના પડે. ભારતે નક્કી કરવું જોઈએ કે અસિમાંકિત એલએસી પર 1 એપ્રિલ 2020 સુધીની સ્થિતિ પુન સ્થાપન કરો. જેથી ચીને વ્યૂહાત્મક લાભ મેળવવા અથવા ભારતની પોતાની હિમાયત કરવા માટે ભવિષ્યમાં આવી જબરદસ્તીનો આશરો ન લે. જો તે રાજદ્વારી સ્તરે ન થઈ શકે, તો તે તાકાતના જોરે કરવું જોઈએ.

એલએસીને લઈને બંને દેશોની સ્થિતિ અલગ અલગ ધારણા

જનરલ પનાગનું માનવું છે કે મોદી સરકાર અને સેનાએ હકિકતથી મુંહ ફેરવી લીધું છે. જો કે, સ્પષ્ટ રણનીતિ ઘડવાની અને આખા દેશને જાગૃત કરવાને બદલે મોદી સરકાર અને સેનાએ એ માનવાથી જ ઈનકાર કરી દીધો છે કે ભારતની જમીન પર ચીને ઘૂસણખોરી કરી છે. હાલની વર્તમાન સ્થિતિને આધારે એલએસીને લઈને બંને દેશોની સ્થિતિ અલગ અલગ ધારણા બતાવે છે. ભારતીય જમીન પર ચીનને જબરદસ્તી કબજે તેમજ એલએસીને લઈને જુદી જુદી ધારણાઓનો હવાલો દેવો ખૂબજ ખતરનાક છે.

બંને પક્ષના 250 જેટલા સૈનિકો ઘાયલ થયા

ભારતના પૂર્વી લદ્દાખના ચાર જુદા જુદા વિસ્તારોમાં એક મહિનાથી ભારતીય અને ચીની સૈન્ય એકબીજાની સામે લડી રહ્યા છે. 5 મેના રોજ બંને સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં બંને પક્ષના 250 જેટલા સૈનિકો ઘાયલ થયા હતા. તે પછીથી આ વિસ્તારમાં તણાવ ઘટવાનું નામ નથી લેતો. આ દરમિયાન, સ્થાનિક કમાન્ડર સ્તરે બંને દેશો વચ્ચે અનેક તબક્કાની વાટાઘાટો થઈ ચૂકી છે. આ બાબતને લઈને 6 જૂને લેફ્ટનન્ટ જનરલ કક્ષાએ વાતચીત થવાની છે.

READ ALSO

Related posts

ચીન નિભાવશે પાક સાથે વફાદારી : પાકિસ્તાનને આપશે સૌથી ખતરનાક હથિયાર, ભારતે કરવી પડશે આ તૈયારી

Harshad Patel

સુરત: હીરા ઉઘોગ માટે મહત્વની ગાઈડ લાઈન કરી જાહેર, ખાસ તકેદારીનાં પગલા સાથે વેપાર ધંધા થશે શરૂ

pratik shah

ચીન સામેની મિસાઇલ દલાઈ લામાનો આજે જન્મદિવસ : ભારતે આપ્યો છે આશ્રય, વધી શકે છે ચીનની પરેશાની

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!