રાજ્યમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન સ્નેચિંગની ઘટનાનો રાફડો ફાટ્યો

ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં અછોડા તોડનો ભારે ઉત્પાત જોવા મળી ચુક્યો છે. ત્યારે તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના રચકોંડામાં તો ચેઇન સ્નેચરોએ પોલીસ સુરક્ષા સામે સવાલ ઉભા કરી દીધા. અહીં માત્ર 15 કલાકની અંદર અછોડ તોડવાની એક-બે નહીં પરંતુ નવ ઘટના બની. જેને લઇને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. ચેઇન સ્નેચિંગની એક ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ. જેમાં બે બાઇક ચાલકે ત્રણ મહિલાઓમાંથી એક મહિલાના ગળામાંથી આંચકો મારીને ચેન ખેંચી લીધો અને ફરાર થઇ ગયા. સુરક્ષા મુદ્દે ફજેતો થયા બાદ પોલીસે હવે આ ચેઇન સ્નેચરો સામે અભિયાન શરૂ કર્યુ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter