GSTV

સિઝેરિયન ડિલીવરી સાથે જોડાયેલા 5 સૌથી મોટા જૂઠ્ઠાણા, જાણો સચ્ચાઈ શું છે !

ખાસ કરીને જોવા જઈએ તો, મહિલાઓના મનમાં નોર્મલ ડિલીવરીથી અલગ સિઝેરિયનથી મા બનવવાને લઈ અનેક પ્રકારના કંફ્યૂજન હોય છે. તેમને લાગે છે કે, નોર્મલ ડીલીવરીથી અલગ કોઈ મહિલા જો સિઝેરિયન ( સી સેક્શન ) કરે છે, તો તેને લઈને આગળ જતાં હેલ્થને લગતા ઈશ્યૂ થઈ શકે છે. જો કે, મેડિકલના એક્સપર્ટ આવું નથી માનતા. ત્યારે આવો જાણીએ સિઝેરિયન સાથે જોડાયેલી અમુક દંતકથાઓ જે આપણા જીવનમાં પ્રચલિત છે.

દંતકથા: સિઝેરિયન ડિલીવરીમાં જરા પણ દુખાવો થતો નથી

સચ્ચાઈ: બાળકને જન્મ આપવામાં દુખાવો તો થાય છે. પછી તે સિઝેરિયન હોય કે, નોર્મલ ડિલીવરી. ત્યારે આવા સમયે ફરક એટલો જ હોય છે કે, એનેસ્થેસિયા આપવાના કારણે ઓપરેશન કરતી વખતે દુખાવો થતો નથી, પણ જેમ જેમ એેનેસ્થેસિયાની અસર ઓછી થવા લાગે છે તેમ તેમ દુખાવો વધતો જાય છે. ત્યારે બંને પ્રકારની ડિલીવરીમાં 10-15 દિવસ સુધી દુખાવો સામાન્ય છે.

દંતકથા: સિઝેરિયન કરાવ્યા બાદ બીજુ બાળક નોર્મલ ડિલીવરીથી થતું નથી

સચ્ચાઈ: આ વાત એક દમ ખોટી છે. સિઝેરિયન બાદ નોર્મલ ડિલીવરી માટે અનેક મેડિકલ કંડીશન જોયા બાદ જ નિર્ણય લેવાય છે કે, ગર્ભવતી મહિલાને સિઝેરિયન ડિલીવરી થશે કે, નોર્મલ ડિલીવરી. બાળકને જન્મ આપવાની કોમ્પલિકેશનને પણ જોવામાં આવે છે.

દંતકથા: સિઝેરિયનથી જન્મતા બાળક અને મા વચ્ચે બોન્ડિંગ નથી હોતું

સચ્ચાઈ: નવજાત બાળકની મા સાથે પ્રાકૃતિક રીતે જ બાળકનું બોન્ડિંગ મજબૂત હોય છે, કારણ કે, બાળક મા સાથે સૌથી વધારે સમય વિતાવે છે. અને મા પાસેથી તેને સૌથી વધારે કેર મળે છે. ત્યારે આવા સમયે બાળક સિઝએરિયન અથવા તો નોર્મલ ડિલીવરીથી થાય, કોઈ ફરક પડતો નથી.

દંતકથા: સિઝેરિયન બાદ બ્રેસ્ટફીડીંગમાં તકલીફ આવે છે

સચ્ચાઈ: સિઝેરિયન બાદ બ્રેસ્ટફીડીંગમાં આવતી તકલીફો એ સૌથી મોટુ જૂઠ્ઠાણુ છે. સિઝેરિયન બાદ માની દૂધ આપવાની ક્ષમતા અથવા તો દૂધ પર કોઈ અસર થતી નથી. સિઝેરિયન એક પ્રક્રિયા છે. બાળકને માના ગર્ભમાંથી બહાર નિકળવાની, ત્યારે તે સિેઝએરિયન હોય કે, નોર્મલ ડિલીવરી બંને અવસ્થામાં તે નોર્મલ બાબત છે.

દંતકથા: સિઝેરિયનથી મા અને બાળકની તબિયત પર અસર પડે છે

સચ્ચાઈ: એવું જરા પણ નથી કે, સિઝેરિયન બાદ મા અને બાળક પર કોઈ અસર નથી પડતી. નોર્મલ અથવા તો સિઝેરિયન બંને પ્રકારની ડિલીવરીમાં મા અને બાળકને ખૂબ પ્રેમ અને કેરની જરૂર હોય છે.

READ ALSO

Related posts

ગામમાં એન્ટ્રી ન મળી તો આ કારણે નાવડી પર જ વૃદ્ધે પોતાનાને કર્યો ક્વોરન્ટાઈન

Arohi

LOCK DOWN ઓટો, ગ્રામીણ સેવા, ઈ રિક્સા ડ્રાઈવરોને મળશે 5,000 રૃપિયા, આ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Nilesh Jethva

કેરળમાં દારૂની છૂટના સરકારી આદેશ પર હાઈકોર્ટે લગાવી દીધો સ્ટે, આ છે વિવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!