GSTV
Gujarat Government Advertisement

ટી20 વર્લ્ડકપ પહેલાં જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં ઉકળાટ, કોરોનાની અસર દેખાઈ

Last Updated on June 16, 2020 by Mansi Patel

આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપનું આયોજન થનારું છે. જોકે આઇસીસીએ આ અંગે હજી અંતિમ નિર્ણય લીધો નથી પરંતુ તે પહેલાં જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં કોરોનાની અલગ રીતે અસર જોવા મળી છે. ઓસ્ટ્રેલિયન બોર્ડના સીઇઓ કેવિન રોબર્ટ્સે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. હકીકતમાં છેલ્લા કેટલાક દિવસથી રોબર્ટસને હટાવી દેવાની હિલચાલ ચાલતી જ હતી અને ગમે ત્યારે તેઓ પોતાનો હોદ્દો ગુમાવે તેવી દહેશત હતી. એક વર્ષ અગાઉ બોલ ટેમ્પરિંગનો વિવાદ ચગ્યો ત્યારે ઓસ્ટ્રેલિયન બોર્ડની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ રહી હતી ત્યારે કેવિન રોબર્ટ્સે જ બોર્ડને સંભાળી લીધું હતું. જોકે બોર્ડ અત્યારે કોરોનાને કારણે આર્થિક સંકટમાં છે ત્યારે કેવિન રોબર્ટ્સને તેના માટે જવાબદાર માનવામાં આવી રહ્યા હતા.

સીઇઓ અર્લ એડિંગ્સે જણાવ્યું હતું કે તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વિકારી લેવામાં આવ્યું છે અને ટી20 વર્લ્ડ કપ દરમિયાન તેમના સ્થાને કાર્યકારી સીઇઓ તરીકે નિક હોક્લે જવાબદારી સંભાળશે. અર્લે આ અંગે સ્ટાફને પણ માહિતગાર કરી દીધો છે. તેમણે કહ્યું કે રોબર્ટ્સ પણ એ બાબતે સહમત છે કે અત્યારે નેતાગીરી બદલવાનો યોગ્ય સમય છે. રોબર્ટ્સનો કાર્યકાળ 2021ના અંત સુધી હતો પરંતુ બોર્ડની આર્થિક હાલત જોતાં થોડા દિવસથી એવી અટકળો થતી હતી કે ગમે ત્યારે રોબર્ટ્સને હટાવી દેવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બંપર રિટર્ન/ આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ!, એક જ વર્ષમાં 5 લાખના બની ગયા 20 લાખ રૂપિયા

Bansari

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Harshad Patel

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!