GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

GSTથી ગુજરાતને થયુ નુકસાન, તો કેન્દ્રએ અધધ વળતર ચૂકવ્યુ

દેશમાં 1 જુલાઈ, 2016માં અમલમાં આવેલ GST હેઠળ 31 મે,2019 સુધી ગુજરાતને SGST હેઠળ  45,206 કરોડ રૂપિયાની આવક થઇ છે. વિધાનસભામાં મહુધાનાં ધારાસભ્ય ઈંદ્રજિતસિંહ પરમાર દ્વારા પૂછેલા સવાલનાં જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી.

મહુધાના ધારાસભ્યએ IGST, SGST અને CGSTની આવક અંગેની વિગતો માંગી હતી. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે IGST અને CGSTની આવકનો વિષય કેન્દ્ર હસ્તક હોઈ રાજ્ય તેની માહિતી આપી શકે નહીં. વર્ષ વાર SGSTની વાત કરવામાં આવે તો 2017-18માં રૂ.15,271 કરોડ, 2018-19માં 25,224 કરોડ તેમજ ચાલુ વર્ષ 2019-20માં 31 મેં,2019 સુધી રૂ.4710 કરોડ આવક થઇ છે.

મળેલી વિગતો મુજબ GSTથી સરકારને કુલ રૂ. 45,205 કરોડની આવક થઇ છે. આ ઉપરાંત જીએસટીમાં રાજ્યની આવકમાં ઘટાડો થતાં કેન્દ્ર સરકારે રૂ. 11,504 કરોડ વળતર ગુજરાતને આપ્યું છે. આ મામલે નિઝરના ધારાસભ્ય સુનિલ  ગામીતે  વિધાનસભામાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે જીએસટી કાયદા હેઠળ રાજ્યની આવકમાં ઘટાડો થાય તો કેન્દ્ર 14% વળતર ચુકવશે તે હકીકત સાચી છે કે નહીં.

તેમના જવાબમાં નીતિન પટેલે વાત સાચી હોવાનું સ્વીકાર્યું હતું. આ અગાઉ એક કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, GST રોલઆઉટથી ગુજરાત રાજ્યને 4000થી 5000 કરોડનું જંગી નુકશાન થાય છે. વળતર બાબતે સરકારે માહિતી આપતાં જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બર 2017થી લઈને 1 મે, 2019 સુધીનાં સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ રૂ.11,504 કરોડનું વળતર ચુકવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર, 2017માં કેન્દ્રે સૌપ્રથમ વખત રૂ.1402 કરોડનું વળતર ચુકવ્યું હતું જ્યારે 1 જાન્યુઆરી, 2019માં સૌથી વધુ રૂ.2237 કરોડનું વળતર ચુકવ્યું હતું.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!