GSTV
Home » News » દેશના TOP 10 પોલીસ સ્ટેશનોની યાદી થઈ જાહેર, ગુજરાત પોલીસ લઈ શકે છે આ ગૌરવ

દેશના TOP 10 પોલીસ સ્ટેશનોની યાદી થઈ જાહેર, ગુજરાત પોલીસ લઈ શકે છે આ ગૌરવ

સમગ્ર દેશમાં ગુનાઓ વધી રહ્યાં છે. લોકોમાં આક્રોશનો માહોલ છે. બળાત્કારને લઇને હાલમાં ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. ગુનાખોરીમાં પણ અલગ અલગ માપદંડો હોય છે. હાલમાં સૌથી વધારે રોષ એ બાળાત્કારના કેસો મામલે છે. ગઈકાલે સરકારે દેશના 10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોની યાદી બહાર પાડી છે. જેમાં અંદામાન નિકોબારનું પોલીસ સ્ટેશન પ્રથમ નંબરે છે. જ્યારે ગુજરાતના મહિસાગર ડિસ્ટ્રીક્ટનું બાલાસિનોર પોલીસ સ્ટેશન દેશમાં બીજા નંબરે છે. ત્રીજા નંબરે મધ્ય પ્રદેશ અને ચોથા નંબરે તામિલનાડુંના પોલીસ સ્ટેશનનો સમાવેશ થયો છે.

ગુનાખોરીમાં અગ્રેસર બિહાર અને ઉત્તર પ્રદેશના એક પણ પોલીસ સ્ટેશનનો આ યાદીમાં સમાવેશ કરાયો નથી. મધ્ય પ્રદેશના 2 પોલીસ સ્ટેશનો આ યાદીમાં સમાવેશ કરાયા છે. પીએમ મોદીએ કચ્છની ડીજીપી કોન્ફરન્સ દરમિયાન આ બાબતે એક સૂઝાવ રજૂ કર્યો હતો. જેને ગૃહમંત્રાલય દ્વારા અમલ કરાયો છે. તમામ રાજ્યોમાંથી 15,579 પોલીસ સ્ટેશનોને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં લોકોના પ્રતિભાવો પણ લેવામાં આવ્યા હતા.

પહેલા ફેઝમાં તમામ રાજ્યોમાં પોલીસ સ્ટેશનો પસંદ કરી 750 પોલીસ સ્ટેશન અલગ કરાયા હતા. છેલ્લા ફેઝમાં 19 પોલીસ સ્ટેશનોમાંથી 10ની પસંદગી કરાઈ છે. પોલીસ સ્ટેશનને પસંદ કરવા માટે 3 માપદંડોનો આધાર લેવામાં આવ્યો હતો. જેમાં આર્થિક ગુનાઓ , મહિલાઓ સામેના ગુનાઓ અને પછાત વર્ગ સામે થનારા ગુનાઓને આધાર ગણવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના બાલાસિનોર પોલીસ સ્ટેશનનો દેશમાં બીજો નંબર આવ્યો છે. 15,579 પોલીસ સ્ટેશનમાં ગુજરાતના બાલાસિનોર પોલીસ સ્ટેશને મેદાન માર્યું છે.

Related posts

આજ રાતથી આટલા સમય સુધી નહીં થાય રેલવે ટિકિટનું રિઝર્વેશન, આ 139 સેવાઓ પણ રહેશે બંધ

Arohi

અર્થતંત્રની સુસ્તી માટે રાજકારણ જવાબદાર

Mayur

ચીનમાં કોરોના કહેરની વચ્ચે જિનપિંગ અને કોમ્યુનિસ્ટ પાર્ટીની છબી સુધારવા મીડિયા પણ આપી રહી છે સાથ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!