GSTV
Business Trending

નોકરિયાતો માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, દેશભરના કર્મચારીઓનો પગાર…

કેન્દ્ર સરકાર વન નેશન, વન પે ડે સિસ્ટમ લાગુ કરવા માગે છે. આ જાણકારી કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશમાં એક પગાર દિવસ, એક દેશ પોલીસી લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે દેશમાં દેરક નાગરિકને એક જ દિવસે તેને મળનારો પગાર કે વેતન મળી જવું જોઇએ જેથી લોકોને સમયસર પોતાનું આ વળતર મળી શકે. 

મંત્રીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશા છે કે ટૂંક સમયમાં આ માટે એક બિલ પણ સંસદમાં રજુ કરાશે, જે પસાર થઇ જશે તો આ નવા નિયમો લાગુ કરી દેવામાં આવશે. જો આ નિયમોને લાગુ કરી દેવામાં આવે તો દર મહિને એક જ દિવસમાં એટલે કે સમાન દિવસે કામદારો, મજૂરો કે પગારદારોને પગાર મળી શકશે.

આ સાથે જ દરેક સેક્ટરમાં સમાન વેતન મળી રહે તે માટે પણ કેટલાક સુધારા કરવા જઇ રહ્યા છીએ. આમ થવાથી મજૂરોને યોગ્ય વેતન મળી રહેશે અને તેમની રોજીંદી જરૂરીયાતો પણ તે પુરી કરી શકશે. હાલ અનેક એવા સેક્ટરો છે કે જેમાં પગારધોરણો ઘણા જ નીચા છે અને મામૂલી વેતન આપીને લોકો પાસેથી કામ લેવામાં આવે છે જેમાં હવે સુધારા કરવામાં આવશે. 

મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કામના સૃથળે કામદારો અને અન્ય કર્મચારીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય તેમજ વર્કિંગ કંડિશન કોડ (ઓએસએચ) લઘુતમ વેતન કોડ લાગુ કરવા પર કામ કરી રહી છે.સંસદ પહેલાથી જ લઘુતમ વેતનનો કાયદો પસાર કરી ચુકી છે અને હાલ તેના અમલની તૈયારી કરી રહી છે. જ્યારે ઓએસએચ 23મી જુલાઇ, 2019ના રોજ લોકસભામાં લાગુ કરવામાં આવ્યો હતો.

મંત્રીએ દાવો કર્યો હતો કે અમારી પાસે સત્તા આવી ત્યારથી અમે શ્રમ કાયદામાં મોટા પ્રમાણમાં સુધારા કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. મજૂરો અને કર્મચારીઓના જે માનવ અિધકારો અને તેમને મળતી સુવિધાઓને લઇને સરકાર ચિંતિત છે અને તેનો અમલ કરવામાં આવશે.

નોંધનીય છે કે દેશના અનેક સેક્ટરના કર્મચારીઓ, મજૂરો લઘુતમ વેતનમાં વધારો થાય તે માટે આંદોલન ચલાવી રહ્યા છે. આ પહેલા અનેક સંગઠનો રસ્તા પર ઉતરી પોતાની માગણી સરકાર સમક્ષ મુકી ચુક્યા છે. આ પરિસિૃથતિ વચ્ચે હવે સરકારે ખાતરી આપી છે કે યોગ્ય લઘુતમ વેતન અને દરેકને સમાન દિવસે વેતન મળી રહે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.

Read Also

Related posts

02 ડિસેમ્બર, 2022: આજે વાહન સાચવીને ચલાવે આ રાશિના જાતકો, જાણો કેવો રહેશે તમારો શુક્રવાર

Kaushal Pancholi

બીજાને માફ કરી દેવાને નબળાઈ નહીં, નમ્રતા કહેવાય, વાંચો તેનાથી સંબંધિત 5 મોટા પાઠ

Kaushal Pancholi

વિશ્વબજારમાં સોના, ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં તેજીનો પવન ફૂંકાયો

Padma Patel
GSTV