GSTV

પ્રદુષણ: કેન્દ્ર સરકારે જાહેર કર્યો નવો વટહુકમ, નિયમોનું ઉલ્લંઘન કરશો તો થશે 1 કરોડનો દંડ

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણની સમસ્યાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર એક વટહુકમ દ્વારા નવો કાયદો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે, તેના નિયમોનું ઉલ્લંઘન કરવા પર 5 વર્ષ સુધીની જેલની સજા અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડની જોગવાઇ કરવામાં આવી છે, કાયદો અને ન્યાય મંત્રાલયએ ગુરૂવારે આ વટહુકમ જારી કર્યો છે.

પ્રદુષણ

દિલ્હીમાં પ્રદૂષણને લઈને કેન્દ્રનો વટહુકમ

મંત્રાલયે કહ્યું વટહુકમને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ ઇન એનસીઆર એન્ડ એજોઇનિંગ એરિયાઝ ઓર્ડિનન્સ 2020 રહેવામાં આવશે, આ રાષ્ટ્રિય વિસ્તાર (NCR) અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં લાગુ પડશે, આ એનસીઆરમાં વાયુ પ્રદુષણથી સંબંધિત મામલા સંબંધિત છે, આ એક વખતમાં લાગુ થશે, બુધવારે રાષ્ટ્રપતિએ આ વટહુકમ પર હસ્તાક્ષર કરી દીધા છે.

કડક અમલ માટે કમિશનની રચના કરાશે

વટહુકમ મુજબ દિલ્હી સાથે સંકળાયેલા વિસ્તારો જ્યાં તે લાગુ થાય છે, તેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, અને ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆર થી નજીકનાં વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં હાલ પ્રદુષણનું પ્રમાણ છે, જે રાજધાનીમાં વાયુપ્રદુષણની ગુણવત્તા ખરાબ કરવા માટે જવાબદાર રહ્યા છે, કાયદાનું સખ્તાઇથી પાલન કરાવવા માટે કમિશનનની રચના કરવામાં આવશે, જેમાં 20 સભ્યો હશે.

નિયમોના ઉલ્લંઘન પર થશે 1 કરોડનો દંડ અને જેલ

મંત્રાલયે કહ્યું કમિશન દ્વારા જારી હુકમ અને સુચના તથા જોગવાઇઓનું ઉલ્લંઘન કરનારાઓને 5 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીનાં દંડની સજા થઇ શકે છે. કેન્દ્રીય પર્યાવણ પ્રધાન પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રિય રાજધાની દિલ્હી અને તેની આસપાસમાં વધી રહેલા જીવલેણ વાયુ પ્રદુષણને રોકવાનાં ઉપાયો માટે રચાયેલા કમિશનને એક મહત્વપુર્ણ ગણાવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણની સમસ્યા ગંભીર બની છે, ગુરૂવાર બપોરે બે વાગ્યા સુધી વાયુ ગુણવતાનો આંક 402 નોંધાયો, જે માનવ આરોગ્ય માટે ખતરનાક મનાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!