આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીનેે કેન્દ્ર સરકાર 2022ના કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને લગભગ 19 અબજ ડોલર અથવા તો 1.4 લાખ કરોડ રૃપિયાની સબસિડી આપવાનું આયોજન ધરાવે છે, એમ આ અંગે જાણકારી ધરાવનારી વ્યક્તિએ જણાવ્યું હતું.
નાણા મંત્રાલયે પહેલી ફેબુ્રઆરી 2021ના રોજ રજૂ થનારા બજેટમાં પહેલેથી જ ખાતર સબસિડી પેટે 1.4 લાખ કરોડની રકમ ફાળવવાની તૈયારી રાખી છે. ગયા વર્ષે આ રકમ 1.3 લાખ કરોડ રૃપિયા હતી. આ વર્ષે ખર્ચમાં વધારો થવાનું કારણ કાચા માલનો ઊંચો ખર્ચ છે, એમ વ્યક્તિએ ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું. જો કે આ અંગે હજી પણ ચર્ચા ચાલી રહી છે અને તેના અંગે હજી સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી.

ખેડૂતોને લોભાવવાનો પ્રયાસ
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્વે જ બજેટમાં આ પ્રકારની જાહેરાત કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નવા કૃષિ કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતોને લોભાવવાનો પ્રયાસ કરશે. ખેડૂતોએ એક વર્ષ કરતાં પણ વધારે સમય સુધી નવા કાયદા સામે દેખાવ કર્યા હતા. ભારતની ૧.૪ અબજની વસ્તીમાં અડધી વસ્તી એટલે કે 84 ટકા વસ્તી ખેતી પર આધારિત છે. ચૂંટણી જીતવા તેમનું સમર્થન ઘણું મહત્ત્વનું મનાય છે. ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધારે ચેપી છે, પરંતુ તે ડેલ્ટા જેટલો ભયાનક નથી. પણ ઓમિક્રોન પર રસીની અસર થતી નથી તે હકીકત છે.
દેશમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગુરુવારે વિક્રમજનક કેસો સામે આવ્યા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના અઢી લાખ કેસ નોંધાયા છે. આ દરમિયાન 84,825 દર્દી સાજા થયા છે. કોરોનાની ત્રીજી લહેરમાં પહેલી વખત કોરોનાના અઢી લાખને આંબવાની તૈયારીમાં છે. આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં હવે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 11,17,531 થઈ છે.
Read Also
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો
- પોષક તત્વોથી ભરપૂર છે મીઠો લીમડોઃ વાળની અનેક સમસ્યાઓ કરે છે દૂર, આ રીતે કરો ઉપયોગ
- સાચવજો / કોરોના- ફ્લુમાંથી માંડ ગાડી પાટે ચડી ત્યાં મારબર્ગ વાઈરસનો ફેલાવો, આફ્રિકા ખંડમાં કેસ જોવા મળ્યા