કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપતું મહત્વનું સુધારા બિલ રજૂ કર્યુ. જેમાં સરકારને વિપક્ષનો પણ સાથ મળ્યો. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે આ બિલને મંજૂરી આપી હતી. ઓબીસી અનામત 127મું બંધારણીય સુધારા બિલ છે. આ બિલને આર્ટિકલ ૩૪૨એ-૩ હેઠળ લાગુ કરવામાં આવશે. તેના લીધે રાજ્ય સરકારોને તે અધિકાર મળશે કે તે ઓબીસી સમાજની યાદી તૈયાર કરી શકે. સુધારા બિલ પસાર થવાના પગલે રાજ્યોએ હવે આ માટે કેન્દ્ર પર આધારિત રહેવું નહીં પડે.

સંસદના ચોમાસુ સત્રમાં હોબાળા અને વિરોધો વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં 127મું બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતુ. ખાસ વાત એ છે કે, સંસદમાં પેગાસસ, ખેડૂતો જેવા મુદ્દે 21 દિવસથી આંદોલન કરી રહેલા વિપક્ષે પણ આ બિલ પર સરકારનો સપોર્ટ કર્યો. લોકસભા બાદ રાજ્યસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા આ બિલને મંજૂરી આપવાની બાકી છે. તે પછી, તે કાયદો બની જશે.
અનામત સુધારા બિલ કાયદો બન્યા બાદ રાજ્ય સરકાર પોતાની ઈચ્છા પ્રમાણે ઓબીસીની યાદીમાં સુધારો-વધારો કરી શકશે. આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કર્ણાટકમાં લિંગાયત, ગુજરાતમાં પટેલ, હરિયાણામાં જાટ અને મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો માર્ગ સરળ બની રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા આ બિલ લાવવાનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે પાંચમી મેએ મરાઠા અનામત અંગે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર પાસે છે. અનામત જેવા સંવેદનશીલ મામલામાં કેન્દ્ર સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી જ કેન્દ્ર સરકાર આ સંશોધન લાવીને રાજ્ય સરકારોને પણ ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપી રહી છે.
Read Also
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ
- ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર
- મહાગઠબંધનનો 24 ઓગસ્ટે થશે ફ્લોર ટેસ્ટ, નીતિશ અને તેજસ્વીએ કેબિનેટ વિસ્તરણ પર કર્યો વિચાર; સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ
- પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજકારણ ગરમાયુ : કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો, જવાળામુખી સમાન ગણાવ્યો મુદ્દો