GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

મોદી સરકારનું લોકડાઉન પ્લાનિંગ નિષ્ફળ, રસ્તાઓ ઉભરાતાં રાજ્યો પર બગડી કેન્દ્ર સરકાર

કોરોના વાયરસને રોકવા માટે, 21 દિવસના લોકડાઉન વચ્ચે, દિલ્હી સહિતના તમામ મોટા શહેરોમાંથી અન્ય રાજ્યોના મજૂરોનું મોટા પ્રમાણમાં સ્થળાંતર ચાલુ છે. મજૂરો પગપાળા પરિવાર સાથે સેંકડો કિલોમીટર દૂર તેમના ઘરો માટે રવાના થયા છે. હવે તાળાબંધીના ચોથા દિવસે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે આ સ્થળાંતર કરતાં મજૂરો સહિત બેઘર લોકોના ખાવા, પીવા, રહેવા, કપડાની સારવાર વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. કેન્દ્ર સરકારે રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માટે ફાળવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

બેઘર, મજૂરોના રહેવા, ખાવા અને સારવાર માટે રાજ્યોને સૂચના

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને એસડીઆરએફ ભંડોળના લોકડાઉનનાં કારણે ફસાયેલા પરપ્રાંતિય મજૂરો સહિતના તમામ ઘરવિહોણા રાહત છાવણીમાં રહેલા લોકો માટે અસ્થાયી રૂપે રહેવા, ખાવા, કપડાં, દવા, સારવાર વગેરે માટેની હંગામી વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે.”  

8 રાજ્યોને NDRF હેઠળ 5,751 કરોડનું વધારાનું ફંડ મંજૂર

આ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ 8 રાજ્યો માટે વધારાનું 5,551 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રાજ્યો 2019 દરમ્યાન પુર, ભૂસ્ખલન, તોફાન, દુકાળ જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.

શહેરોમાંથી ગામડાઓમાં ચાલતા જઈ રહ્યા છે મજૂરો

લોકડાઉનને કારણે પરિવહનના તમામ માર્ગો બંધ છે. બીજા રાજ્યોમાંથી રોજડી-રોટી માટે શહેરોમાં ગયેલાં દૈનિક વેતનનાં મજુરો, અસંગઠિત ક્ષેત્રનાં મજૂરો અને ગરીબોને ચિંતા સતાવી રહી છેકે, હવે લોકડાઉન દરમ્યાન તેઓ કેવી રીતે આજીવિકા ચલાવશે કારણકે તેમનો રોજગાર છીનવાઈ ગયો છે. તેથી, ભૂખમરાથી મરી જવાના ડરને કારણે, તમામ શહેરોમાંથી મોટી સંખ્યામાં મજૂરો પગપાળા પોતાના ઘરે જવાનું ચાલુ કર્યુ છે.

READ ALSO

Related posts

નિવૃત્તિ બાદ પણ કેન્દ્રીય કર્મચારીઓને મળશે નોકરીની ફરી તક, આ સંસ્થામાં પૂરા પગારથી કામ કરી શકશે

Dilip Patel

નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ પર લાગ્યો ગંભીર આરોપ, ભત્રીજી બોલી-‘કાકાએ મારી સાથે કર્યુ ગંદુ કામ’

Mansi Patel

વિશ્વમાં વધુ વસતી છતાં ભારતમાં 2 લાખનો આંક પાર થતા થયા 125 દિવસ, અન્ય દેશોમાં લાગ્યો આ સમય

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!