GSTV
Home » News » સતત ગગડતાં રૂપિયાને બચાવવા મોદી સરકાર અપનાવશે મનમોહનસિંહની ફોર્મ્યુલા?

સતત ગગડતાં રૂપિયાને બચાવવા મોદી સરકાર અપનાવશે મનમોહનસિંહની ફોર્મ્યુલા?

ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. અને હવે રૂપિયો રેકોર્ડ બ્રેક સૌથી નીચની સપાટીએ પહોંચ્યો છે. ત્યારે ભારતીય રિઝર્વ બેંક હવે બીનનીવાસી ભારતીયોની મદદ લેશે. રૂપિયો સતત ગગડતાં કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંકની પરેશાની વધી રહી છે. પાછલા કેટલાક મહિના દરમિયાન ડોલર સામે રૂપિયાને સંભાળવા માટે આરબીઆઈએ ડોલર વેચવા અને સોનુ ખરીદવાની કવાયત કરી હતી.

પણ તે નિષ્ફળ સાબિત થઈ રહી છે. ત્યારે હવે સૂત્રોની માહિતી છે કે આરબીઆઈ હવે બીનનિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈઓની મદદ લેવાની તૈયારીઓ કરી રહી છે. આર્થિક જાણકારોના કહેવા મુજબ આરબીઆઈ રૂપિયો ગગડતો રોકવા માટે મનમોહનસિંહ સરકારના કાર્યકાળ દરમિયાન જારી કરાયેલા એનઆરઆઈ બોન્ડ ફરી એક વખત જારી કરી શકે છે.

મહત્વનું છે કે પાછલા દિવસોમાં રાષ્ટ્રીયકૃત બેંકો દ્વાર રૂપિયાને સંભાળવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા બજારમાં ડોલર વેચવાની કવાયતને પગલે દેશનું વિદેશુ મુદ્રા ભંડાર તેજીથી ઓછું થયું છે. આબીઆઈના આંકડા મુજબ એપ્રિલ મધ્ય સુધી ભારતનું 427 બિલિયન ડોલરનું વિદેશન મુદ્રા ભંડાર હતું. જે હવે 400 બિલિયન ડોલર સુધી આવી ચૂક્યું છે. આ ઉપરાંત આરબીઆઈએ તેના વાર્ષિક રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે તેના સોનાના ભંડારમાં 8.46 મેટ્રિક ટનનો વધારો કર્યો છે.

Related posts

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi

ભારતમાં લોકસભા ચૂંટણી દરમ્યાન ફેસબુકે આવી રીતે કરી અધધ કમાણી

Mansi Patel

લોકસભાની આ ૭૮ બેઠકો બદલી શકે છે ચૂંટણીનું ગણિત, મોદી અને રાહુલનું નક્કી કરશે ભવિષ્ય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!