GSTV
Gujarat Government Advertisement

સેન્ટ્રલ વિસ્ટા પર રાઉતના આકરા પ્રહાર, લોકો જીવવા માટે કરી રહ્યા છે સંઘર્ષ અને રાજધાનીનો નક્શો બદલવાથી શું ફાયદો!

Last Updated on May 14, 2021 by pratik shah

દેશમાં જીવલેણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, ત્યારે બીજી તરફ , દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ઘણા નેતાઓએ આ પ્રોજેક્ટ પર સવાલ ઉભા કર્યા છે અને કહ્યું છે કે કોરોનાની આ ખરાબ પરિસ્થિતિમાં દેશમાં આ પ્રોજેક્ટ ચાલુ રાખવો તે યોગ્ય નથી.

central vista project

શિવસેનાના નેતા સંજય રાઉતે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા બનાવવાની નરેન્દ્ર મોદી સરકારની યોજનાની આકરી ટીકા કરતા કહ્યું કે, દિલ્હીના નક્શાને બદલવાથી શું ફાયદો થશે કે જ્યારે લોકો જીવતા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અને મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર પણ નથી થઈ રહ્યા, ગંગામાં મૃતદેહો તરી રહ્યા છે. શિવસેનાના નેતાએ એમ પણ કહ્યું હતું કે દેશ ‘રામ ભરોસે’ ચાલી રહ્યો છે.

કોરોના

શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી એક વાર કોરોના સંકટને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.. તેમણે કહ્યું છે કે દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટથી દિલ્હીનો નકશો બદલવાથી શું ફાયદો થશે.. લોકો જીવતા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.. અને મૃતકોના અંતિમ સંસ્કાર પણ થઇ રહ્યા નથી. તેમણે કહ્યું કે આપણો દેશ રામ ભરોસે ચાલી રહ્યો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 43 હજાર 144 કેસ નોંધાયા છે…જયારે 4 હજાર લોકોનું કોરોનાથી મોત થયું છે…તો બીજી તરફ 3 લાખ 44 હજાર 776 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે..હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે  દેશમાં અત્યાર સુધી કોરોનાના 2 કરોડ 40 લાખ 46 હજાર 809 કેસ નોંધાયા છે….બીજી તરફ 2 કરોડ 79 હજાર 599 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે..કોરોનાથી અત્યાર સુધી 2 લાખ 62 હજાર 317 લોકોના મોત નિપજયા છે…તો હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 37 લાખ 4 હજાર 893 છે…દેશમાં 17 કરોડ 92 લાખ 98 હજાર 584 લોકોને વેક્સિનેશન કરાયું છે..

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!