GSTV

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Last Updated on July 26, 2021 by Harshad Patel

લોકસભાની આગામી ચૂંટણીમાં બેઠકોની સંખ્યા વધારીને 1000 કરવા માટે સરકાર વિચારી રહી છે તેવો દાવો કોંગ્રેસના સિનિયર નેતા મનિષ તિવારીએ કર્યો છે. જેના પગલે એક નવી ચર્ચા છેડાય તેવી શક્યતા છે.

2024 પહેલા લોકસભાની સંખ્યા વધારીને 1000 કરવા માટેના પ્રસ્તાવ પર વિચારણા

કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યું હતું કે, મોદી સરકાર લોકસભામાં સંસદ સંખ્યોની સંખ્યા વધારવા માંગે છે અને તે 1000 પર પહોંચી શકે છે. તેના પર સાર્વજનિક ચર્ચા કરવાની જરૂર છે. કોંગ્રેસ સાંસદના દાવાથી એક નવી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, મને ખબર નથી કે સાચું શું છે અને ખોટુ શું છે પણ મિત્રોએ મને કહ્યું છે કે, 2024 પહેલા લોકસભાની સંખ્યા વધારીને 1000 કરવા માટેના પ્રસ્તાવ પર વિચારણા થઈ રહી છે.

સેન્ટ્રલ

દેશમાં વસતીને ધ્યાનમાં રાખીને સંસદમાં બેઠકોની સંખ્યા વધારવાની જરૂર

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, આ જાણકારી મને ભાજપના સાંસદો તરફથી જ મળી છે. તેમની વાતનું પાર્ટીના સાંસદ કાર્તિ ચિદમ્બરમે પણ સમર્થન કર્યું છે. કાર્તિએ કહ્યું હતું કે, આ નિર્ણય પહેલા જાહેર ચર્ચા કરવી જરૂરી છે. મોટો દેશ હોવાના નાતે વધારે સાંસદોની જરૂર છે પણ જો જનસંખ્યાના આધારે બેઠકો વધારવામાં આવી તો દક્ષિણ ભારતના રાજયોનું પ્રતિનિધિત્વ ઘટી જશે. આ પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ દેશમાં વસતીને ધ્યાનમાં રાખીને સંસદમાં બેઠકોની સંખ્યા વધારવાની જરૂર છે તેમ કહ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુના ભાષણોના સંકલનનું વિમોચન કરતી વખતે પ્રણવ મુખરજીએ આ વાત કહી હતી અને કહ્યું હતું કે, વસતીની સામે લોકોને તે પ્રમાણે સંસદમાં પુરતું પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!