GSTV

ઉત્તરાયણના બીજા દિવસથી શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને અગાઉ મળી ગઈ છે મંજૂરી

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય 15 જાન્યુઆરીથી શરૂ થશે, સુત્રોનાં જણાવ્યા પ્રમાણે મકરસંક્રાતિનાં બીજા દિવસથી જ આવી યોજના માટે શુભ મુહુર્ત મનાય છે, આ સપ્તાહની શરૂઆતમાં 14 સભ્યોની હેરીટેજ પેનલે સરકારની મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્લાન્ટ હેઠળ નવા સંસદ ભવનનાં નિર્માણ કાર્યને મંજુરી આપી દીધી છે.

ટાટા પ્રોજેક્ટ લિમિટેડને 15 જાન્યુઆરીથી નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે, આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ટાટાને મળ્યો છે. 

સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્લાન્ટ હેઠળ સંસદ ભવન અને સંયુક્ત કેન્દ્રિય સચિવાલય, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો ત્રણ કિમી લાંબો રાજપથ, નવું વડાપ્રધાન નિવાસસ્થાન અને ઓફિસ તથા ઉપરાષ્ટ્રપતિનાં નવા એન્કલેવનાં નિર્માણનો સમાવેશ થાય છે, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ટાટા પ્રોજેક્ટએ આધુનિક મશીનરી વગેરે એકત્રિત કરવાનું કાર્ય પણ શરૂ કરી દીધું છે. આ નવનિર્માણનું કાર્ય આગામી 10 મહિનામાં પુરો થવાની સંભાવના છે, અને વર્ષ 2022માં પ્રજાસત્તાક દિવસનું આયોજન નવા રાજપથ પર થશે.

નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્ય સભા માટે હોલનું નિર્માણ કરાશે, જેની ક્ષમતા ક્રમશ  888 અને 384 બેઠકોની વ્યવસ્થા હશે, તેનું નિર્માણ 2026માં યોજાનારી સંસદ માટે સાંસદોની થનારી વૃધ્ધીને ધ્યાનમાં રાખીને કરાઇ રહ્યું છે, લોકસભા હોલમાં 1,272 લોકોને બેસવા માટેની વ્યવસ્થા હશે જેથી સંયુક્ત સત્રનું આયોજન કરી શકાય, આ પ્રોજેક્ટ પાછળ લગભગ 971 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવું અનુમાન છે.

READ ALSO

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!