GSTV

ભરતી-2021 / 114 જેટલી ખાલી જગ્યાઓ માટે સેન્ટ્રલ યુનિવર્સીટી ગુજરાતે બહાર પાડી જાહેરાત, આજે જ ઝડપી લો આ સુવર્ણ તક

Last Updated on October 13, 2021 by Zainul Ansari

સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત એટલે કે સીયુજીમાં હાલ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની જગ્યાઓ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતીમાં કુલ ૧૧૪ જેટલી ખાલી જગ્યાઓ ભરવાની છે. આ યુનિવર્સિટીની વેબસાઇટ પર તમને અરજી કરવા માટે ઓનલાઇન ફોર્મ મળી રહેશે. ઇચ્છુક ઉમેદવાર યુનિવર્સીટીની વેબસાઈટની મુલાકાત લઈને તેમા ઓનલાઇન અરજી કરીને આ ભરતી પ્રક્રિયાનો ભાગ બની શકે છે. આ 114 જેટલી જગ્યાઓ માટે ઓનલાઇન અરજી સબમિટ કરવા માટેની છેલ્લી તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૨૧ છે.

જો તમે પણ સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોવ અને સરકારી કર્મચારી બનવાનું સ્વપ્ન ધરાવતા હોવ તો આ તક ખુબ જ સારી છે. આજે જ આ તક ઝડપી લો. ઓનલાઇન કરેલી અરજી તમારે યુનિવર્સીટીમા હાર્ડ કોપીમાં મોક્લવવાની રહેશે. આ હાર્ડકોપી મોકલાવવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર, 2021 છે. તો આજે જ www.cug.ac.in પર જઈને આ ભરતી અંગેની યોગ્યતા તપાસીને અપ્લાય કરો. ભરતી માટેની 114 ખાલી જગ્યાઓ કંઈક આ મુજબ છે.

ખાલી જગ્યાઓની ભરતી અંગેની માહિતી :

પ્રોફેસર18
એસોસિએટ પ્રોફેસર29
આસિસ્ટન્ટ પ્રોફેસર21
વિત અધિકારી1
પરીક્ષા નિયંત્રક1
લાઇબ્રેરીયન1
ડેપ્યુટી લાઇબ્રેરીયન1
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર2
આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન1
હિન્દી ઓફિસર1
અનુભાગ અધિકારી1
આસિસ્ટન્ટ4
સચિવ4
પર્સનલ આસિસ્ટન્ટ3
હિન્દી અનુવાદક1
સિક્યુરિટી ઇન્સ્પેક્ટર1
અપર ડિવિઝન ક્લાર્ક5
લોઅર ડિવિઝન ક્લાર્ક17
હિન્દી ટાઈપિસ્ટ1

Read Also

Related posts

અગત્યનું/ ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર આવશે હેરાન થવાનો વારો

Bansari

IBPS PO Recruitment 2021: બેંકમાં પ્રોબેશનરી અધિકારી માટે 11 બેંકોમાં નિકળી વેકેન્સી, 4135 જગ્યા પર થશે ભરતી

Pravin Makwana

જો તમે પણ PNBના ગ્રાહક છો તો તમને મળી શકે છે 15 લાખ રૂપિયા સુધીનો ફાયદો, જાણો કેવી રીતે ?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!