GSTV

કેન્દ્રની ટીમે ગુજરાતને આપી આ 3 મોંઘેરી સલાહ, અમદાવાદ અને વડોદરાની કોરોના હોસ્પિટલની લીધી મુલાકાત

Last Updated on November 22, 2020 by Karan

વડોદરામાં આજે સાંજે કેન્દ્રના આરોગ્ય વિભાગ તરફથી એક ૩ ડોક્ટરોની ટીમે મુલાકાત લીધી હતી અને પ્રથમ કલેક્ટર ઓફિસમાં અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સિનિયર ડોક્ટરો સાથે ચર્ચા કરીને વડોદરામાં કોરોનાની અસર કેટલી અને કેવી રહી છે તે અંગે જાણકારી મેળવી હતી. જે ૩ ડોક્ટરોની ટીમે આજે વડોદરાની મુલાકાત લીધી હતી તેમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના ડાયરેક્ટર ડો. એસ.કે.સિંગ, દિલ્હીની રામ મનોહર લોહીયા હોસ્પિટલના સિનિયર ફીઝિસિયન ડો. રજનીશ કૌશિક અને પુનાની વાયરોલોજી લેબના એક સિનિયર ડોક્ટરનો સમાવેશ થાય છે.

દર્દીઓને સાજા કરવા માટે અહી ક્યા પ્રકારની સારવાર અપાય છે તેની માહિતી મેળવી

ટીમના સભ્યો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે અમારી આ મુલાકાત કોઇ પણ પ્રકારના ચેકિંગ માટે નથી પરંતુ દેશભરમાં કોરોના કઇ રીતે રિએક્ટ કરી રહ્યો છે તેના અનુભવો એકઠા કરવા માટે અમે વિવિધ શહેરોની મુલાકાત લઇ રહ્યા છીએ જેમાં આજે વડોદરા આવ્યા છીએ. તો ગોત્રી હોસ્પિટલના ડોક્ટરો સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે કેન્દ્રીય ટીમે ગોત્રી હોસ્પિટલમાં કેટલા કોવિડ બેડ છે તેમાંથી કેટલા વેન્ટિલેટર અને ઓક્સિજન બેડ છે તેની માહિતી મેળવી હતી. તો ડોક્ટરો અને સ્ટાફની સંખ્યાની પણ જાણકારી મેળવી હતી. આ ઉપરાંત કોરોનાના દર્દીઓને સાજા કરવા માટે અહી ક્યા પ્રકારની સારવાર (લાઇન ઓફ ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ) અંગે પણ જાણકારી મેળવી હતી.

પોસ્ટ કોવિડ ટ્રિટમેન્ટ માટે ખાસ સેન્ટર બનાવીને સર્વે કરો

કેન્દ્રીય ડોક્ટરોની ટીમે ગોત્રી હોસ્પિટલના સિનિયર ડોક્ટરો સાથે બેઠક દરમિયાન મહત્વના સૂચન કર્યા હતા જેમાં પોસ્ટ કોવિડ ટ્રિટમેન્ટ માટે ખાસ સેન્ટર ચાલુ કરીને આવા દર્દીઓની માહિતી એકઠી કરવા કહેવામાં આવ્યુ હતું. આ સેન્ટરમાં એવા દર્દીઓ કે જેઓ સારવાર બાદ કોરોના નેગેટિવ બને છતાં પણ સ્વાસ્થ્ય સારૃ થયુ ના હોય અને લાંબો સમય સારવાર માટે રહેવુ પડે તો આવા દર્દીઓને કેવા પ્રકારના લક્ષ્ણો દેખાય છે અને કેવી સમસ્યાઓથી પિડાય છે તેની માહિતી એકઠી કરવા કહ્યું હતુ જેથી કોરોનાને વધુ સારી રીતે જાણી શકાય. જો કે ગોત્રી હોસ્પિટલમાં આ પ્રકારનો વોર્ડ અગાઉથી જ કાર્યરત છે એ જોઇને ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો

રિ-ઇન્ફેક્શનમાં કોરોનાનો પ્રકાર જાણવા દરેક દર્દીના સેમ્પલ સ્ટોર કરી રાખો

કેન્દ્રની ટીમે એવુ પણ સૂચન કર્યુ હતુ કે જે દર્દીને એક વખત કોરોના થાય અને સારવાર બાદ તે રિકવર થાય અને રિપોર્ટ નેગેટિવ આવે જે બાદ તે જ દર્દીને જો ફરીથી કોરોનાનું સંક્રમણ થાય તો આ પ્રકારના દર્દીઓમાં અગાઉ કોરોનાના જે પ્રકારથી સંક્રમણ લાગ્યુ હતુ તે પ્રકારના જ કોરોનાથી ફરીથી સંક્રમણ થયુ છે કે આ વખતે અલગ પ્રકારનો કોરોના છે તે જાણકારી એકઠી કરવા માટે દરેક દર્દીના આરટીપીસીઆર સેમ્પલને દર્દીના નામ અને મેડિકલ માહિતી સાથે માઇનસ ૮૦ ડિગ્રીમાં સ્ટોર કરી રાખો જેથી જે તે દર્દીને ફરીથી કોરોના થાય તો જાણકારી મળી શકે. ઉલ્લેખનીય છે કે ગોત્રી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૬૭૦૦ દર્દીઓની સારવાર કરવામાં આવી છે અને તેના સેમ્પલ સાચવી રાખવામાં આવ્યા છે

ઠંડીની મોસમ હોવાથી હવે કોરોના જેવા લક્ષણો હોવા છતા ટેસ્ટ નેગેટિવ આવે તો સ્વાઇન ફ્લુ ટેસ્ટ કરાવો

કેન્દ્રીય ડોક્ટરોની ટીમે ડોક્ટરો અને આરોગ્ય અધિકારીઓને કહ્યું હતું કે ઠંડીની મોસમ હોવાથી હવે કોરોના જેવા જ લક્ષણો ધરાવતા સ્વાઇન ફ્લુનું સંક્રમણ વધશે એટલે કોરોના જેવા લક્ષણો હોય છતા દર્દીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો આવા દર્દીનો સ્વાઇન ફ્લુ ટેસ્ટ કરાવી લેવો. આ મોસમમાં સ્વાઇન ફ્લુની ઉપેક્ષા કરવી ખતરનાક સાબિત થઇ શકે છે. ડોક્ટરોએ ફક્ત કોરોના ઉપર જ ધ્યાન આપવાનું નથી પરંતુ હવે સ્વાઇન ફ્લુનુ પણ ક્લોઝ મોનિટરિંગ કરવુ પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!