GSTV

સૂચના અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ થયા ક્વોરન્ટાઈન, શનિવારે અમિત શાહ સાથે કરી હતી મુલાકાત

સરકાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ કેન્દ્રીય મંત્રીઓએ પોતાને આઈસોલેટ કરવાની શરૂઆત કરી છે. તેની શરૂઆત કેંન્દ્રીય સૂચના અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કરી છે. રવિશંકર પ્રસાદે પોતાને ક્વોરન્ટાઈન કર્યા છે. શનિવારની સાંજે રવિશંકર પ્રસાદે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

રવિશંકર પ્રસાદે પોતાને ક્વોરન્ટાઈન કર્યા

ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું હતું, “કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારી તબિયત સારી છે પરંતુ, ડોક્ટર્સની સલાહથી હોસ્પિટલમાં દાખલ થયો છું. મારી અપીલ છે કે તમારા માંથી જે કોઈ ગત દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા હોય તે કૃપા કરી સ્વયં આઇસોલેટ થઇ જાઓ અને પોતાના કોરોના ટેસ્ટ કરાઓ.”

ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું હતું, “કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો

અમિત શાહે આ ટ્વીટ દ્વારા પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી. ત્યારબાદ ગૃહ મંત્રી કાર્યાલય સ્ટાફ સહીત અન્ય લોકો પોતાના કોરોના ટેસ્ટ કરાવવાની તૈયારીમાં છે. તો સાથે સાથે, અમિત શાહ સાથે સંપર્કમાં આવેલ લોકોએ ખુદને આઇસોલેટ કરવાનું શરૂ કરી દીધું છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ સલમાન ખાન, કરણ જૌહર અને ભણશાલી સહિત 8 બોલિવૂડ સેલિબ્રિટીને કોર્ટનું તેડું, નહીં હાજર થાય તો ફરિયાદ થશે

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1410 કેસ સામે આવ્યા, કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો

Nilesh Jethva

મોટા સમાચાર/ પ્લે સ્ટોરમાંથી હટાવ્યાના થોડા કલાકોમાં જ પાછુ આવ્યું Paytm, હવે કરી શકશો ડાઉનલોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!