GSTV

મોટા સમાચાર/ કેન્દ્રીય અર્ધસૈનિક દળના ઓફિસરો નહીં બની શકે IPS, સિવિલ સેવા પરીક્ષામાં વધારી પદની સંખ્યાઓ

કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે કહ્યુ છે કે, કેન્દ્રીય અર્ધસૈનિક દળો અને સશસ્ત્ર દળોના અધિકારીઓને ભારતીય પોલીસ સેવા એટલે કે, આઈપીએસમાં સામેલ કરવામાં આવશે નહીં. સરકારનો આવો કોઈ વિચાર નથી અને ન તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સમક્ષ આવા પ્રસ્તાવ આવ્યો છે. સિવિલ સેવા પરીક્ષામાં આઈપીએસની સંખ્યા વધારવામાં આવી છે. રાજ્ય પોલીસ સેવામાં પ્રમોશન દ્વારા ભારતીય પોલીસ સેવામાં નિમણૂંક કરવાની પ્રક્રિયા ઝડપી કરી દેવામાં આવી છે.

સંસદમાં પૂછાયો આ સવાલ, મળ્યો આવો જવાબ

સંસદના ચાલૂ સત્રમાં રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાનીએ આ સવાલ પૂછ્યો હતો કે, દેશમાં ખાસ કરીને આંધ્રપ્રેદશ, ઝારખંડ અને ગુજરાતમાં ભારતીય પોલીસ સેવાના અધિકારીઓને ભારે કમી છે. ભારતીય પોલીસ સેવામાં સશસ્ત્ર દળ, કેન્દ્રીય અર્ધસૈનિક દળ તથા રાજ્ય પોલીસના અધિકારીઓને સામોલ કરવામાં શું અડચણો આવી રહી છે. જો આવુ થઈ રહ્યુ છે કે, આ કાયદાકીય અડચણોને દૂર કરવા માટે સરકાર શું કાર્યવાહી કરી રહી છે. શું આ સાચુ છે કે, સશસ્ત્ર દળના અમુક અધિકારીઓને આ સંબંધમાં રક્ષા મંત્રાલયથી પ્રમાણપત્ર પ્રાપ્ત કરવામાં સમસ્યા આવી રહી છે. સરકાર આ મુદ્દાઓનું સમાધાન કરવા માટે શું કાર્યવાહી કરવા વિચારી રહી છે.

સિવિલ સેવા પરીક્ષામાં પદની સંખ્યા વધારી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ સવાલના જવાબમાં કહ્યુ હતું કે, 1 જાન્યુઆરી 2020ની સ્થિતી અનુસાર, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને ગુજરાત સહિત દેશમાં આઈપીએસની અધિકૃત સંખ્યા 4982 છે. હાલના સમયમાં 4074 અધિકારી કાર્યરત છે. આંધ્રપ્રદેશ, ઝારખંડ અને ગુજરાતમાં 115,121 તથા 169 આઈપીએસ અધિકારી છે. રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યુ હતું કે, સશસ્ત્ર દળ અને અર્ધસૈનિક દળના અધિકારીને આઈપીએસમાં સામેલ કરવાનો કોઈ પ્રસ્તાવ મંત્રાલય પાસે નથી. તદ્યપિ ભારતીય પોલીસ સેવા નિયામાવલી, 1955ના નિયમ અનુસાર 9ના ઉપનિયમ (1)ની સાથે ભારતીય પોલીસ સેવા નિયમાવલીી 1954ના નિયમ 9ના ઉપનિયમ 1 અંતર્ગત વાર્ષિક આધાર પર રાજ્ય પોલીસ સેવાના અધિકારીઓને આઈપીએસમાં સામેલ કરવાામં આવે છે.

આઈપીએસ અધિકારીઓની ખામીને દૂર કરવા માટે આઈપીએસની બેંચના આકારને 88થી આગળ વધારીને સિવિલ સેવા પરીક્ષામાં 2005માં 103, સિવિલ સેવા પરીક્ષા 2008માં 130 અને સિવિલ સેવા પરીક્ષા 2009માં 150 કરી દેવામા આવી છે. આ ઉપરાંત રાજ્ય પોલીસ સેવામાં પ્રમોશન દ્વારા ભારતીય પોલસ સેવાામં નિમણૂંક કરવાની પ્રક્રિયા ઝડપી કરી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

આ દેશમાં કોરોના સારવાર કરતાં તબિબી કર્મચારીઓ અને ડોક્ટરોને મફતમાં અપાય છે ગધેડા ઉપચાર, જાણો શું છે કારણ

Karan

સત્તાધારી પક્ષે ભ્રષ્ટાચારના નાણાંથી ખરીદ્યા ધારાસભ્યોને, કોંગ્રેસના નેતાનો ગંભીર આક્ષેપ- વિશ્વાસઘાત કરનારાં ગદ્દારોને પાઠ ભણાવશે પ્રજા

pratik shah

બિહાર ઈલેક્શનઃ BJPના ફ્રી કોરોના વેક્સિનના વાયદા પર RJD નો હુમલો, કહ્યું રસી દેશની છે ભાજપની નહીં

Karan
Do NOT follow this link or you will be banned from the site!