GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તોફાનના કારણે યુપી સહિત ચાર રાજ્યોમાં આપ્યું એલર્ટ

ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં શનિવારે તોફાનના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે  ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ, ઓરિસ્સા અને બિહારમાં એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારમાં તોફાન સાથે વરસાદ પડી શકે છે. ગૃહમંત્રાલયના પ્રવક્તાના કહ્યા પ્રમાણે ધુળ સાથે તોફાન આવાની શક્યતા છે.

આ ઉપરાંત જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પંજાબ, બિહાર, ઝારખંડ,  સિક્કિમ, મધ્ય પ્રદેશ અને ઉત્તર-પશ્વિમ ભારતના તેલંગાણા, રાયલસીમા, આંધ્ર પ્રદેશના દરિયા કિનારા સહિત તમિલનાડુ અને કરેળમાં તોફાનની શક્યતા છે.

ગત્ત બે દિવસમાં તોફાનના કારણે અલગ-અલગ પાંચ રાજ્યોમાં 124 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે. તોફાનમાં 400 લોકો ઘાયલ પણ થયા છે. તોફાનના કારણે સૌથી વધારે નુકસાન ઉત્તર પ્રદેશમાં થયું છે. જ્યા 73 લોકોના મોત અને 91 લોકો ઘાયલ થયા છે. રાજસ્થાનમાં 35, તેલંગાણામાં 8, ઉત્તરાખંડમાં 6 અને પંજાબમાં બે લોકોનું મોત થયું છે.  તોફાનના કારણે પ્રભાવિત રાજ્યોમાં 12 હજારથી વધુ વીજ થાંભલાઓને મોટુ નુકસાન થયું છે.

 

Related posts

વિકાસ દુબે છેલ્લા એક અઠવાડીયાથી હતો ફરાર, ધરપકડનાં 24 કલાકમાં જ મરાયો ઠાર

pratik shah

TATA Motorsની ધમાકેદાર ઓફર! ફક્ત 166 રૂપિયા આપીને ખરીદો નવી આ કાર

Arohi

SBIએ આ ગ્રાહકોને આપી ચેતવણી ! પૈસા પાછા લેવા પર તમારે ભરવો પડશે વેરો, બદલાયા નિયમો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!