GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

4 દિવસમાં ભારતમાં કોરોનાના કેસો ડબલ, તબલિગી જમાતે 14 રાજ્યમાં સંક્રમણ ફેલાવ્યું, 647 જમાતીઓને કોરોના

દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે દેશમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. દેશભરમાં કુલ 2645થી વધુ કેસ નોંધાયા છે અને કુલ 74 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 4 જ દિવસમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં બમણો વધારો થયો છે. 30મીએ 1347 કેસો સામે આજે આ આંક 2600 પ્લસ છે. ભારતમાં કોરોના સતત વધી રહ્યો છે. દેશમાં 31મીએ 288, 01 એપ્રિલના રોજ 424 અને 02 એપ્રિલના રોજ 486 કેસો નોંધાયા છે. કોરોના હજુ ભારતમાં બીજા સ્ટેજ પર છે એટલે કે લોકલ ટ્રાન્સમિશનના સ્ટેજ પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, 24 કલાકમાં દેશમાં 336 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમા જમાતીઓની સંખ્યા વધારે છે. દેશના 14 રાજ્યમાં જમાતના લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો છે કે, દેશમાં કોરોનાના 2 હજાર 600 કેસ પોઝિટીવ નોંધાયા છે અને 56 જેટલા લોકોના મોત થયા છે. છેલ્લા બે દિવસમાં 647 જમાતીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તમામ જમાતીઓ દેશના 14 રાજ્યમાંથી આવ્યા હતા.

14 રાજ્યોમાં તબલિગી જમાત સાથે જોડાયેલા કેસોની સંખ્યા 647એ પહોંચી

સરકાર કમ્યુનિટીના સ્ટેજ પર પહોંચ્યો હોવાનો સાફ ઇનકાર કરી રહી છે. જો આ સ્ટેજ પર પહોંચ્યો તો અસંખ્ય કેસોમાં વધારો થવાની સંભાવના છે. દિલ્હીમાં થયેલા તબલિગી જમાતના કાર્યક્રમના કારણે દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. નિઝામુદ્દ્દીનમાં ગત મહિને થયેલી જમાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલ 295 લોકોના ગુરુવારે કોરોના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા છે. ભારતમાં 24 કલાકમાં 486 નવા કેસ નોંધાયા જેમાં 60 ટકા લોકો દર્દીઓ તબલિગી જમાતનું કનેકશન ધરાવે છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્માં સૌથી વધુ 423 કેસ છે અને મત્યુઆંક 21 છે. આ ઉપરાંત દિલ્હીમાં 293 પોઝીટીવ કેસ છે. કેરળમાં 286 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે તમિલનાડુમાં કોરોના પોઝીટીવનો આંકડો 309ને પાર પહોંચ્યો છે. તામિલનાડુમાં કોરોનાનો કેર વધવાનું મુખ્ય કારણ એ તબલિધી જમાત છે. ગુજરાતમાં પણ આજે 7 કેસો બહાર આવ્યા છે. એમનું કનેક્શન પણ તબલિઘી જમાત સાથે જોડાયેલું છે. તબલીઘ જમાત સાથે સંકળાયેલા કેસ પર નજર કરવામાં આવે તો છેલ્લા 2 દિવસમાં આશરે 647 કેસોની પુષ્ટી કરાઈ છે. આ તમામ કેસ દેશના અલગ અલગ રાજ્ય આંદામાન-નિકોબાર, આસામ, દિલ્હી, હિમાચલ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાજુ, તેલંગાણા ઉત્તરાખંડ અને યુપીથી છે. 

અમદાવાદમાં પણ તબલિગી જમાતનું કનેક્શન ખૂલ્યું

આજે અમદાવાદના નવા નોંધાયેલા સાત પોઝીટીવ કેસ પૈકી એક દર્દીનું દિલ્હીના તબલિગી જમાત સાથે કનેકશન ખુલ્યુ છે. આજે નોંધાયેલા કેસમાં સાત વર્ષીય બાળકી સહિત એક જ પરિવારના ચાર લોકોનો પણ સમાવેશ થાય છે. જે વ્યક્તિનું તબલિગી જમાત સાથે કનેકશન ખુલ્યુ છે તે કાલુપુર વિસ્તારના રહેવાસી છે. 68 વર્ષીય વૃદ્ધની ટ્રાવેલ હિસ્ટ્રી દિલ્હીની મળી આવી છે. તપાસ દરમ્યાન તેઓ નિઝામુદ્દીન તબલીગી જમાતમાં સામેલ થયા હોવાનું ખુલ્યું છે.

દિલ્હીમાં કોરોના બીજા સ્ટેજમાં

દિલ્હીમાં કોરોનાના દર્દીની વધતી સંખ્યા વચ્ચે દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યુ કે, દેશ અને દિલ્હીમાં કોરોના બીજા સ્ટેજમાં છે. કોરોનાના કારણે દિલ્હીમાં દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે કોરોનાના 141 કેસ નોંધાયા. જેમા 12 લોકો દિલ્હીના અને 129 લોકો તબલિગી જમાના હતા. દિલ્હીમાં જે કેસ નોંધાયા છે. તેમા સૌથી વધારે જમાતીઓના છે. તેમણે જમાતીઓના વર્તન અંગે જણાવ્યુ કે, જમાતીઓ દ્વારા તબીબ સાથે જે વર્તન કરવામાં આવી રહ્યુ છે તે અશોભનીય છે. આવી સ્થિતિમાં તબીબની સુરક્ષા માટે પોલીસની પણ મદદ માગવામાં આવી છે.

વિશ્વમાં 10 લાખથી વધારે કેસો

સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસે ભરડો લીધો છે..અને દુનિયામાં 10 લાખથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 53 હજારને પાર થયો છે. વિશ્વમાં નોંધાયેલા 10 લાખ દર્દીઓમાંથી બે લાખ 45 હજાર દર્દીઓ તો માત્ર અમેરિકા છે. જ્યારે ઈટાલીના એક લાખ 15 હજારથી વધુ દર્દીઓ અને સ્પેનના એક લાખ 12 હજારથી વધુ દર્દીઓ છે. વિશ્વભરમાં કુલ દર્દીઓમાંથી બે લાખ 12 હજારથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. ભારતમાં પણ કોરોનાના દર્દીઓનો આંકડો પચ્ચીસોને પાર થયો છે. વિશ્વમાં સ્વાસ્થય સેવામાં અમેરિકા, ઇટલી, સ્પેન જર્મની, ચીન, ફ્રાંસ, બ્રિટન અને સ્વીત્ઝરલેન્ડ સૌથી અગ્રેસર દેશ છે આ દેશોમાં જ સૌથી વધારે કોરોનાના કેસો છે. જ્યાં ભૂખમરો છે ગરીબી છે એ દેશોમાં લોકોની ઇમ્યુનિટી પાવરફૂલ હોવાથી કોરોના મહામારી ફેલાઈ નથી.

કોરોના સંકટને પહોંચી વળવા માટે વિશ્વ બેન્કે ભારત માટે એક અરબ ડૉલર મંજૂર કર્યા છે. અમેરિકામાં આજે પણ નવા 25 મોત થયા છે. આંક 6100એ પહોંચ્યો છે. નવા 496 કેસ તો આવી ગયા છે. અમેરિકામાં કોરોના અટકવાનું નામ લેતો જ નથી. ઇટલી અને સ્પેનની પણ આ દશા છે. ચીનથી 4 દેશો આગળ વધી ગયા છે. જેમાં જર્મનીનો પણ સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય સેવામાં અગ્રેસર દેશોમાં જ કોરોના સૌથી વધારે વકર્યો છે.

વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિ

દેશકેસમોત
અમેરિકા2450806075
ઈટાલી 11524213915
સ્પેન11206510348
જર્મની847941107
ચીન816203322
ફ્રાન્સ 591055387
ઈરાન504683160
બ્રિટન337182921
સ્વિત્ઝરલેન્ડ18827536
તુર્કી18135356
બેલ્જિયમ153481011
નેધરલેન્ડ146971339
કેનેડા11283173
ઓસ્ટ્રિયા11129158
દક્ષિણ કોરિયા10062174
પોર્ટુગલ9034209
બ્રાઝીલ8066327
ઈઝરાયલ685736
સ્વિડન5568308
ઓસ્ટ્રેલિયા531427
નોર્વે521850
આયર્લેન્ડ384998
રશિયા354830
ભારત254372

અમેરિકામાં કોરોના કાળચક્ર બનીને ફરી રહ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે. કોરોનાન કારણે અમેરિકામાં 24 કલાકમાં અગિયારસો જેટલા નવા કેસ નોંધાયા છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ બે લાખ 45 હજારથી વધુ કેસ થયા છે. જ્યારે મૃત્યુઆંક પણ છ હજારને પાર થયો છે. અમેરિકામાં કોરોનાનું એપી સેન્ટર બનેલા ન્યૂયોર્કમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખની નજીક કેસ પહોંચી ગઈ છે. અને પચ્ચીસોથી વધુના મોત થયા છે. જ્યારે ન્યુજર્સીમાં પચ્ચીસ હજારથી વધુ કેસ નોંધાયા અને 530થી વધુના માત્ર ન્યુજર્સીમાં મોત થયા..આ ઉપરાંત કેલિફોર્નિયામાં 189 નવા કેસ નોંધાતા કુલ 11 હજારથી વધુ કેસ થયા છે. અમેરિકામાં કુલ 10 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!