સેન્ટ્રલ GSTના આસિસ્ટન્ટ કમિશનર અને સુપ્રિટેન્ડન્ટની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના આ બંને અધિકારીઓ રૂ. 75 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એક ટ્રાન્સપોર્ટર પાસે તપાસના બહાને લાંચ માગી અને CBના ઓપરેશનમાં સપડાઈ ગયા હતા. આ બંને અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન રૂપિયા 1.97 લાખની રોકડ રકમ હાથ લાગી હતી.

ગઈકાલે ગુજરાતમાં ATS અને GST વિભાગે મોટી કાર્યવાહી કરતા સમગ્ર રાજ્યમાં 150 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ, ભરૂચ, સુરત, ભાવનગર અને જામનગરમાં દરોડા પાડ્યા હતા. એજન્સીઓએ આ દરોડા નકલી બિલોના નામે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં પાડ્યા હતા. થોડા દિવસો પહેલા સુરત પોલીસે પણ અંદાજે 500 કરોડ રૂપિયાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાતમાં રહીને દેશને નુકશાન પહોંચાડનારા ગદ્દારો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત ATS અને GST વિભાગનું રાજ્યના 13 જિલ્લામાં ઓપરેશન ક્લીન. દેશ વિરોધી તત્વો સામે રાજ્યના 13 જિલ્લામાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં સાજીદ અજમલ શેખ અને સાહેઝાદ નામના કૌભાંડના માસ્ટર માઈન્ડ ઝડપાયા હતા. આ બંને માસ્ટરમાઈન્ડનું PFI સાથે કનેક્શન હોવાની આશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતમાં 10થી વધુ લોકોની અટકાયત કરી SOG ઓફિસ પર પૂછપરછ કરવામાં આવી હતી. નકલી બિલના નામે કરોડો રૂપિયાનું લેવડ-દેવડ કર્યું હોવાની આશંકા છે. ખેડા અને વડોદરા જિલ્લામાં પણ ગુજરાત ATS અને GST વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી