GSTV

નવા કૃષિ કાયદાના વિરોધ વચ્ચે સરકારે MSP પર ખરીદ્યું 564.17 લાખ ટન અનાજ, જાણો ખેડૂતોને કેટલાં કરોડનો ફાયદો થયો

નવા કૃષિ કાયદાઓ (New Farm Laws) ના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી ખરીફ પાકના ન્યૂનતમ સમર્થન ભાવ પર બમ્પર ખરીદી કરી છે. સરકારે 16 જાન્યુઆરી 2021 સુધી ગયા વર્ષના મુકાબલે 25.25 ટકા એટલે કે 564.17 લાખ ટન અનાજની એમએસપી પર ખરીદી (grain bought) કરી ચૂક્યાં છે. તેના બદલામાં ખેડૂતોને 1,06,516.31 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. તમને જણાવી દઇએ કે, ખરીફ માર્કેટિંગ સત્ર (KMS) ઓક્ટોબરથી શરૂ થાય છે. (grain bought)

સરકારે MSP યોજનાઓ અનુસાર ખરીફ પાકોની ખરીદી કરવાનું શરૂ કરી દીધું

ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (FCI) એ ગયા વર્ષની સમાન સમયગાળામાં ખેડૂતો પાસેથી એમએસપી પર 450.42 લાખ ટન અનાજની ખરીદી કરી હતી. અધિકારિક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે 79.24 લાખ ખેડૂતોને પહેલાં જ સરકારી ખરીદીથી સીધો ફાયદો (Farmers Benefitted) મળી ચૂક્યો છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે, વર્તમાન ખરીફ માર્કેટિંગ સત્ર 2020-21માં સરકારે એમએસપી યોજનાઓ અનુસાર, ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે. (grain bought)

માત્ર પંજાબમાં MSP પર 202.77 લાખ ટન અનાજ ખરીદવામાં આવ્યું

ખરીફ પાકોની એમએસપી પર આપવામાં આવેલ અનાજની કુલ 564.17 લાખ ટન ખરીદીમાંથી 202.77 લાખ ટન અનાજ માત્ર પંજાબમાંથી જ ખરીદવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, ઘણા લાંબા સમયથી પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. તેઓ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. વિરોધ કરી રહેલા ખેડૂતો ઇચ્છે છે કે સરકાર ત્રણેય નવા કૃષિ કાયદાઓેને રદ કરે. આ સાથે જ ખેડૂતોને ન્યૂનતમ સમર્થન ભાવની કાયદેસરની ગેરંટી આપે. આ સાથે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, ન્યૂનતમ સમર્થન ભાવ પર પાકની સરકારી ખરીદીની વ્યવસ્થા એવી ને એવી જ રહેશે.

READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!