GSTV
Business Trending

બખ્ખાં/ 30 હજાર રૂપિયા સુધી વધી જશે સરકારી કર્મચારીઓની મંથલી સેલરી, તહેવારો પહેલાં ખાતામાં આવશે મોટી રકમ

સેલરી

લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની રાહ જોઇ રહ્યાં છે. જો કે સપ્ટેમ્બરથી કેન્દ્રીય કર્મચારીઓને તેમનું વધેલુ મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત મળવા લાગશે. તેને લઇને અનેક પ્રકારના રિપોર્ટ્સ પણ આવી રહ્યાં છે, કે સપ્ટેમ્બરથી તેમનું મોંઘવારી ભથ્થુ 17 ટકાથી વધીને 31 ટકા થઇ જશે.

મંથલી સેલરીમાં કેટલો વધારો થશે?

આવી સ્થિતિમાં, મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે કે, મોંઘવારી ભથ્થું વધ્યા પછી કેન્દ્રીય કર્મચારીઓની મંથલી સેલરીમાં કેટલો વધારો થશે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારીઓની મંથલી સેલરી 3000 રૂપિયાથી વધીને 30,000 રૂપિયા થશે. દેખીતી વાત છે કે, મોંઘવારી ભથ્થુ ફરીથી શરૂ થયા પછી, મંથલી સેલરીમાં કેટલો વધારો થશે, તે કર્મચારીઓના પગાર ધોરણ પર નિર્ભર રહેશે.

સેલરી

31% થઇ જશે મોંઘવારી ભથ્થુ

હાલમાં 7મા પગાર પંચ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓને 17% મોંઘવારી ભથ્થું મળે છે. જ્યારે કે છેલ્લા ત્રણ હપ્તાનો DA વધારો ફરીથી શરૂ  કરવામાં આવશે. પછી તે સીધો 28% થઈ જશે. આમાં, જાન્યુઆરી 2020 માં DA માં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બીજા અર્ધવાર્ષિક એટલે કે જુલાઈ 2020 માં 3 ટકાનો વધારો થયો હતો અને જાન્યુઆરી 2021 માં તેમાં 4 નો વધારો થયો છે. હવે જો જુલાઈ 2021 માં પણ તેમાં 3 ટકાનો વધારો થશે, તો કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરથી 31 ટકા DA (17 + 4 + 3 + 4 + 3) મળશે.

સરકાર 30,000 કરોડ ખર્ચ કરશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2022 માં DA , DR માં વધારા માટે 30,000 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. આ જ રીતે રાજ્યોમાં પણ આશરે 60,000 કરોડ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની બેસિક સેલરી રૂ .23,000 થી શરૂ થઇને મહત્તમ 2.25 લાખ રૂપિયા સુધી હોય છે. અપેક્ષા છે કે સરકાર તહેવારની સિઝન પહેલા DA , DR માં વધારો આપશે.

SALARY

DA, DR ક્યારે આવશે?

એક રિપોર્ટ મુજબ, DA, DR માં થયેલા વધારાને 1 જુલાઈથી લાગુ માનવામાં આવશે અને તેની ચુકવણી દશેરા (15 ઓક્ટોબર) પહેલા કરવામાં આવશે. જેમાં બે મહિનાના એરિયરનો પણ સમાવેશ કરવામાં આવશે. જો આવું થાય છે, તો તહેવાર પહેલા એક મોટી રકમ કેન્દ્રીય કર્મચારીઓના હાથમાં આવશે.

Read Also

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV